ભુજ શહેર તથા તાલુકાના ૨૨ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં ભારતનગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૫/૪ સુધી, ભુજ શહેરમાં આર.ટી.ઓ. વિસ્તારમાં સોમૈયાનગરમાં આવેલ ઘર નં.૪૯૯ કુલ-૧ ઘરને તા.૫/૪ સુધી, ભુજ શહેરમાં આર.ટી.ઓ. વિસ્તારમાં યોગેશ્વરધામમાં આવેલ ઘર નં.૫૮ કુલ-૧ ઘરને તા.૫/૪ સુધી, ભુજ શહેરમાં વિજયનગર વિસ્તારમાં આવેલ ઘર નં.૩૩-બી કુલ-૧ ઘરને તા.૫/૪ સુધી, ભુજ શહેરમાં શિવમ પાર્કમાં તારાત્મા બંગ્લોઝમાં આવેલ ઘર નં.૧૦૫ને તા.૫/૪ સુધી, ભુજ શહેરમાં કલાપૂર્ણમ સોસાયટીમાં આવેલ ઘર નં.૧૦૮/૧૧૨-સીને તા.૫/૪ સુધી, ભુજ શહેરમાં ઓધવપાર્ક-૨ માં આવેલ ઘર નં.૬૯ને તા.૫/૪ સુધી, ભુજ શહેરમાં ભકિતપાર્કમાં સિમંધર સીટીમાં આવેલ ઘર નં.૨૦ ને તા.૫/૪ સુધી, ભુજ શહેરમાં ઓધવ રેસીડેન્સી-૧ માં આવેલ ઘર નં.૭૩/બીને તા.૫/૪ સુધી, ભુજ શહેરમાં ગણેશનગરમાં શંકર મંદિર પાસે આવેલ ઘર નં.૧ ને તા.૫/૪ સુધી, ભુજ શહેરમાં નવી રાવલવાડી વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડમાં આવેલ ઘર નં.૦૦૪/એલ/૨ ને તા.૫/૪ સુધી, ભુજ શહેરમાં ભારતનગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી ૩ ઘરોને તા.૫/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં આવેલ ઘર નં.૯૮૮ તથા ઘર નં.૯૮૯ બે ઘરોને તા.૫/૪ સુધી, ભુજ શહેરમાં ભાવેશ્વરનગરમાં ગણેશ એવેન્યુમાં આવેલ ઘર નં.૬૦૪ થી ૬૦૬ સુધી કુલ-૩ ઘરોને તા.૫/૪ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ વિસ્તારમાં જીયા હોસ્પિટલમાં પહેલા માળે આવેલ રૂમ નં.૧૦૬ને તા.૫/૪ સુધી, ભુજ તાલુકાના પધ્ધર ગામે બી.કે.ટી. કોલોનીમાં શેરી નં.એ માં આવેલ ઘર નં.એ-૧૧ને તા.૫/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે સોસાયટીવાળી શેરીમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૫/૪ સુધી, ભુજ તાલુકાના મિરઝાપર ગામે ગૌશાળા વાળી શેરીમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૫/૪ સુધી, ભુજ તાલુકાના ગોડપર ગામે બેંકની બાજુમાં આવેલ ઘર નં.૧ અને ૨ ને તા.૫/૪ સુધી, ભુજ તાલુકાના કોડકી ગામે માનકુવા-કોડકી રોડ પર આવેલ ઘર નં.૧ થી ૩ ને તા.૫/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે શિવનગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ ને તા.૫/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે શ્રી હરિ પાર્કમાં આવેલ ઘર નં.૧ થી ૬ ને તા.૫/૪ સુધી, કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.