ભુજ શહેર તથા તાલુકાના ૨૨ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં મેહુલ પાર્કમાં આવેલ ઘર નં.૧૯૮ થી ૨૦૭ સુધી તથા સામેની લાઇનમાં આવેલ ઘર નં.૨૩૯ તથા ૨૪૦ કુલ-૯ ઘર (૧ ખાલી પ્લોટ) ને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં ઓધવ એવેન્યુ-૨ માં આવેલ ઘર નં.બી-૧૪ થી બી-૧૬ સુધીને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં અરિહંતનગર રોડ પર ફોરેસ્ટ કવાર્ટસમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં મહાદેવનગર-૩ માં આવેલ ઘર નં.૧૪ તથા ઘર નં.૨૩ થી ૨૫ સુધી કુલ-૪ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં ગાયત્રી કોલોનીમાં આવેલ ઘર નં.૧૮ થી ૧૯ સુધી કુલ-૨ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં ગાર્ડન સિટીમાં આવેલ ઘર નં.૭૭ તથા ઘર નં.૭ થી ૧૧ સુધી કુલ-૬ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં ઓધવસૃષ્ટિમાં આવેલ ઘર નં.૧૦૦ થી ૧૦૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં વાલદાસનગરમાં શેરી નં.૯/એ માં આવેલ ઘર નં.૨૮/સી સુધી, ઘર નં.૩૨ તથા ૩૩ કુલ-૬ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં શ્યામજી કૃષ્ણવર્મા હાઉસીંગ બોર્ડમાં ઈ-૨માં આવેલ ઘર નં.૧ થી ૧૨ સુધી કુલ-૧૨ ઘર તથા બિલ્ડીંગને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં ગરબી ચોકમાં આવેલ ઘર નં.૩૦/એ, ૩૦/બી અને ઘર નં.૩૬/એ કુલ-૩ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં સહયોગનગરમાં શેરી નં.૮ માં આવેલ ઘર નં.બી-૧૯૮ તથા સામેની બાજુ આવેલ ઘર નં.૧૯૯, બાજુમાં આવેલ ઘર નં.૫૧૯, ૫૨૦ તથા ઘર નં.બી-૯૯ કુલ-૫ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં ગણેશનગરમાં શાળા નં.૨૦ ની સામે આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં ઓધવ રેસિડેન્સી-૧ માં આવેલ ઘર નં.૯૭/૯૮/૯૯ કુલ-૧ ઘરને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં વન વિહાર સોસાયટીમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે પીંક સિટીમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે વર્ધમાનનગરમાં આવેલ ઘર

નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે મહાવીરનગરમાં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે વેમ્બલી પાર્કમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરના એરપોર્ટ રોડ પર ઓધવવંદનામાં આવેલ ઘર નં.૧ થી ૧૨ સુધી કુલ-૧૨ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરમાં તયબાહ-૨, મુસ્લિમ ચાર રસ્તા ખાતે આવેલ ઘર નં.૧ થી ૧૬ સુધી કુલ-૧૬ ઘર અને (૪ બંધ ઘર) ને તા.૨૧/૪ સુધી, ભુજ તાલુકાના ઝુરા કેમ્પ ગામે બીબાવાસમાં શંકર મંદિરની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘર અને (૨ બંધ ઘરને) તા.૨૧/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે ચૈતન્યધામમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૧/૪ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.