ભુજ શહેર તથા તાલુકાના ૧૫ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના ત્રંબો ગામે સોરઠીયા વાસમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૧૧/૪ સુધી, ભુજ શહેરમાં ભીડ ફળિયામાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૧૧/૪ સુધી, ભુજ શહેરમાં વોકળા ફળિયામાં શેઠીયા ડેલીમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૧૧/૪ સુધી, ભુજ શહેરમાં ભીડ ફળિયામાં કુંભારવાડીમાં દેવ મંદિર એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.૧ તથા નીચે આવેલ બંધ ઘર કુલ-૨ ઘર અને ૧ બંધ ઘરને તા.૧૧/૪ સુધી, ભુજ શહેરમાં લાલટેકરીમાં કલાસિક કોમ્પલેક્ષમાં આવેલ ઘર નં.બી/૧૦ કુલ-૧ ઘરને તા.૧૧/૪ સુધી, ભુજ શહેરમાં જયુબિલી કોલોનીમાં આવેલ ઘર નં.૨૫ કુલ-૧ ઘરને તા.૧૧/૪ સુધી, ભુજ શહેરમાં નવનીતનગરમાં આવેલ ઘર નં.૩૮ કુલ-૧ ઘરને તા.૧૧/૪ સુધી, ભુજ શહેરમાં ચંગલેશ્વર સોસાયટીમાં આવેલ ઘર નં.૧૨ કુલ-૧ ઘરને તા.૧૧/૪ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં ફોરમ એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.૩૦૧ થી ૩૦૪ સુધી કુલ-૪ ઘરોને તા.૧૧/૪ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં અંકુર સોસાયટીમાં આવેલ ઘર નં.૨/એ કુલ-૧ ઘરને તા.૧૧/૪ સુધી, ભુજ તાલુકાના લાખોંદ ગામે જુની પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૧૧/૪ સુધી, ભુજ તાલુકાના મિરઝાપર ગામે કુમાર શાળાની બાજુની શેરીમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૧૧/૪ સુધી, ભુજ શહેરમાં મુન્દ્રા રોડ પર ઓધવ સૃષ્ટિમાં આવેલ ઘર નં.૮૬ કુલ-૧ ઘરને તા.૧૧/૪ સુધી, ભુજ શહેરમાં ભકિતનગરમાં પાટવાડી નાકા બહાર આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૧૧/૪ સુધી, ભુજ શહેરમાં ભાનુશાળીનગરમાં આવેલ ઘર નં.૬૬બીબી કુલ-૧ ઘરને તા.૧૧/૪ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.