ભુજ શહેર તથા તાલુકાના ૧૦ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં એસ.ટી.સ્ટોપની બાજુમાં ન્યુ ગાયત્રી સોસાયટીમાં આવેલ એક ઘરને તા.૪/૪ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં મારૂતિ પ્લોટમાં આવેલ ઘર નં.૩૯ થી ૪૦ સુધી કુલ-૩ ઘરોને તા.૪/૪ સુધી, ભુજ શહેરમાં જયનગરમાં આવેલ ઘર નં.ટી-૫૭ને તા.૪/૪ સુધી, ભુજ શહેરમાં વાલદાસનગરમાં શેરી નં.૧૨/બી માં આવેલ ઘર નં.૨૪ અને ૨૫ કુલ-૨ ઘરોને તા.૪/૪ સુધી, ભુજ શહેરમાં ૩૬ કવાટર્સમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૪/૪ સુધી, ભુજ શહેરમાં કંસારા બજારમાં પીપળા ફળિયામાં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૪/૪ સુધી, ભુજ શહેરમાં ભાનુશાળીનગરમાં ગરબી ચોક પાસે આવેલ ઘર નં.૫૮ને તા.૪/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે શકિતનગરમાં શેરી નં.૧૩ માં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૪/૪ સુધી, ભુજ તાલુકાના દહીંસરા ગામે કેરા રોડ વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૪/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે શ્રી હરિ પાર્કમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૪/૪ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.