ભુજ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ૪૪ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં રાવલવાડીમાં ઘર નં.સી-૨૬ થી સી-૨૯, બી-૭ થી બી-૮ કુલ-૬ ઘરોને, વિજયનગરમાં ઘર નં.૪૦૧ થી ૪૦૩ કુલ-૩ ઘરોને, નાગર ચકલાના વેદનાથ શેરીમાં ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને, આર.ટી.ઓ.રિલોકેશન સાઇટ ઘર નં.બી/૧૮૦ થી બી/૧૮૩ કુલ-૪ ઘરોને, કેમ્પ એરીયામાં હુસેન ચોકની બાજુમાં ઘર નં.૧ કુલ-૧ ઘરને, વાલદાસનગર શેરી નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને, રજવાડી બંગ્લોઝમાં ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને, ખત્રી ચકલામાં ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને, ગીતા માર્કેટમાં ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને, સોનલનગરમાં ઘર નં.૧ થી ૨ કુલ-૨ ઘરોને, શીવનગરમાં ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને, લુહાર ચોકમાં ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને, સંજોગનગરમાં ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને, બકાલી કોલોનીમાં કોડકી રોડ પર ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને, નિશાંત એપાર્ટમેન્ટ, ઘનશ્યામનગરમાં ઘર નં.૧૦૯,૧૧૦,૧૦૬,૧૦૭,૧૦૮ કુલ-૫ ઘરોને, ગુજરાત હાઉસીંગ બોડમાં બીલ્ડીંગ ઈ-૨ માં ઘર નં.૧ થી ૪, ૧૦૧ થી ૧૦૪ કુલ-૮ ઘરોને, તાલુકાના બળદીયા ગામે બળદેશ્વર મંદિરની બાજુમાં ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને, કુકમા ગામે વચલી શેરીમાં ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને, દાતારપીર વિસ્તારમાં ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને, મોટા ચોકમાં ઘર નં.૧ થી ૬ કુલ-૬ ઘરોને, ઢોરી ગામે આહિરવાસમાં ઘર નં.૧ થી ૬ કુલ-૬ ઘરોને, નારાણપર ગામે ઘનશ્યામ વાડીમાં ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને, સુખપર ગામે જુનાવાસમાં ઘર નં.૧ કુલ-૧ ઘરને, જુનાવાસમાં ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને, નવાવાસમાં માર્કીટ સામે આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને, માધાપર ગામે નવાવાસમાં લક્ષ્મી નિવાસમાં ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને, સનરાઈઝ સીટીમાં ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને, બાપાદયાળુનગરમાં ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને, નવાવાસમાં વૈભવનગરમાં ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને, નવાવાસમાં ચૈતન્યધામમાં ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને, નવાવાસમાં ઐશ્વર્યાનગરમાં ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને, શકિતનગરમાં ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને, નવાવાસ પાર્શ્વનાથ સોસાયટીમાં ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને, જુનાવાસ ઓધવબાગ-૨ માં ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને, લોડાઇ ગામે ડાંગર ફળીયામાં ઘર નં.૧ થી ૧૧ કુલ-૧૧ ઘરોને, મોટા રેહા ગામમાં દરબારવાસમાં ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને, પાલારા ગામે ખાસ જેલમાં બેરેક નં.૯ ને કુલ-૧ બેરેકને, મીરઝાપર ગામે ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને, આંબેડકરનગરમાં ઘર નં.૧ થી ૮ કુલ-૮ ઘરોને, માનકુવા ગામે જુનાવાસમાં કાંધાવાડીમાં ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને, નવાવાસમાં એસ.બી.આઇ. બેંક પાસે ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને, ભારાસર રોડ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને, નાગોર ગામે હનુમાન ચોકમાં ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને, મોખાણા ગામમાં ઢીલાવાસમાં  ઘર નં.૧ થી ૧૦ કુલ-૧૦ ઘરોને તા.૧૭/૫ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.