ભુજ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ૩૮ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરના ૭, માધાપર-૨, સુખપર-૨, મિરઝાપર-૧ ને તા.૧૩/૬ સુધી, ભુજ શહેરના ૨ અને માધાપર-૧ કુલ-૩ તા.૧૬/૬ સુધી, ભુજ શહેરના ૪, માધાપર-૧ ને તા.૧૨/૬ સુધી, ભુજ શહેરના ૫, સુખપર-૧, માનકુવા-૧, કુરબઇ-૧, માધાપર-૧, ભારાપર-૧ ને તા.૧૪/૬ સુધી, ભુજ શહેરના ૪, સુમરાસર-૧, નોખાણીયા-૧, માધાપર-૨ ને તા.૧૫/૬ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.