ભુજ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ૫૦ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરના ૨, માધાપર-૨, ધરમપર-૧, ખારી-૧ ને તા.૧૦/૬ સુધી, ભુજ શહેરના ૭, માધાપર-૫, સુખપર-૧, ચુનડી-૧, સરલી-૧, માનકુવા-૧, સુમરાસર-૧ ને તા.૮/૬ સુધી, ભુજ શહેરના ૬, માધાપર-૩, માનકુવા-૧, ગોડપર-૧, દહીંસરા-૨, કોટાડા (ઉ)-૧, સુખપર-૧, ઝુરા-૨, કોટાય-૧, દેશલપર (વાંઢાય)-૧, સુરજપર-૧ ને તા.૯/૬ સુધી, ભુજ શહેરના ૨, કોટડા (આ)-૨, મોટા બંદરા-૧, માધાપર-૧, મિરઝાપર-૧, નાગોર-૧ ને તા.૧૧/૬ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.