ભુજ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ૭૬ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરના ૧૬, માધાપર-૬, મેઘપર-૧, સુરજપર-૧, દેશલપર વાંઢાય-૧, કોટડા (ઉ)-૧, માનકુવા-૧, બળદીયા-૧, નાગોર-૧ અને લાખોંદ-૧ ગામોને તા.૩/૬ સુધી તેમજ ભુજ શહેરના ૨૬, માધાપર-૦૭, ભુજોડી-૧, મોટા રેહા-૧, સુખપર-૧, મમુઆરા-૧, ભગાડીયા-૧, નારણપર(પ)-૧, કુરબઇ-૧, પધ્ધર-૧, નારાણપર (રા)-૩, દેશલપર વાંઢાય-૧, માનકુવા-૧ ગામોને તા.૨/૬ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.