ભુજ-વર્ધમાનનગર જૈન સંઘોમાં ચાર્તુમાસ નક્કી થયા

ભુજ નજીક આવેલા જૈનોનાં વર્ધમાનનગર ખાતે પ.પૂ. કવિન્દ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણા-૨ નાં ચાર્તુમાસની જય બોલાવવામાં આવી હતી. ભુજ અચલગચ્છ જૈન સંઘમાં પરમ પૂજ્ય મુનિરાજ રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ આદિઠાણા-૯ નાં ચાર્તુમાસની જય બોલાવવામાં આવી હતી.અચલગચ્છાધિપતિ પ.પૂ. કલાપ્રભસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે મુંબઇથી આ બંને ચાર્તુમાસની આજ્ઞા આપી શુભ મંગલ ભાવના પાઠવી હતી. ભુજ અચલગચ્છ જૈન સંઘ, વર્ધમાનનગર જૈન સંઘ, વર્ધમાનનગર જિનાલય ટ્રસ્ટ તથા ભુજ અચલગચ્છ જૈન સંઘ અધ્યક્ષ મહેન્દ્રભાઇ ડી. શાહ, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડા, વર્ધમાનનગરનાં અગ્રણી ચિંતલભાઇ વોરાનાં માર્ગદર્શન હેઠળ ૭૨ જિનાલય તિર્થે ભરતભાઇ બી. શાહ, પી.સી. શાહ, ભરતભાઇ સી. શાહ, દિપકભાઇ લાલન, પ્રબોધ મુનવર, હીરાચંદ છેડા જય બોલાવતી વખતે ઉપસ્થિ રહ્યા હતા.