ભુજ પશુ ઉછેર કેન્દ્રમાં વીજશોકથી ચાર ભેંસના મોત

વીજપોલના ખુલ્લા વાયરોના લીધે બની ઘટના

ભુજ : ચોમાસા દરમ્યાન કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજપ્રપાત અને વીજશોકના લીધે અનેક પશુઓના મોત થતા હોય છે.કચ્છ જિલ્લામાં ચાલુ સાલે હજુ તો ચોમાસાએ દસ્તક જ દીધી છે ત્યાં તો ભુજ શહેરના પશુ ઉછેર કેન્દ્રમાં વીજશોકના લીધે ચાર ભેંસના મોત થયાની ઘટના સામે આવી છે.આ અંગેની વિગતો મુજબ શહેરના મુંદરા રોડ પર આવેલા પશુ ઉછેરક કેન્દ્રમાં વીજપોલના ખુલ્લા વાયરોના કારણે વીજશોક લાગતા ચાર ભેંસના મોત નિપજયા હતા.
ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી હતી. બનાવ સંદર્ભે પશુ ઉછેર કેન્દ્રના તબીબ ડોકટર ઠાકોરનો સંપર્ક સાધવાની કોશિષ વીફળ નિવડી હતી.