ભુજ તાલુકામાં ૧૯ કોમ્યુનિટી કોવીડ કોરેન્ટાઇન સેન્ટર ગ્રામજનોએ ઉભા કર્યા

વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-૧૯ના સંક્રમણને અટકાવવા જનભાગીદારીથી સરકારે સ્તૃત્ય પગલાં ભર્યા છે. જે અંતર્ગત મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાન હેઠળ દરેક ગામે કોરોનાના દર્દીઓ માટે ગામમાં જ કોમ્યુનિટી કોરેન્ટાઇન સેન્ટર ઉભું કરવાનું હોય છે જેથી સ્થાનિકોને ઘર આંગણે જ ઝડપી સારવાર મળી રહે. આ અંતર્ગત તાલુકા પંચાયત કચેરી કચ્છ-ભુજ દ્વારા ધાણેટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકે કુલ ૧૯ કોમ્યુનિટી કોરેન્ટાઇન સેન્ટર ઉભા કરાયાં છે. પધ્ધર ગામે  કન્યા શાળા, ધાણેટીમાં સરકારી કુમાર છાત્રાલય ધાણેટી, મમુઆરા ખાતે પ્રાથમિક શાળા, કંઢેરાઇમાં પ્રાથમિક, નાડાપામાં પ્રાથમિક શાળા, ચપરેડી ગામે કોમ્યુનિટી, અટલનગરમાં, કાળી તલાવડી ખાતે કુમાર પ્રાથમિક શાળા, ઝીંકડીમાં પ્રાથમિક શાળા, હબાયમાં પ્રાથમિક શાળા, ડગાળામાં પ્રાથમિક શાળા, કનૈયાબે માં પ્રાથમિક શાળા ખાતે, મોખાણામાં નવી કન્યા શાળા, લોડાઇમાં પ્રાથમિક શાળા ખાતે, જવાહરનગરમાં સરકારી માધ્યમિક શાળા, ખેંગારપરમાં પ્રાથમિક શાળા ખાતે, રૈયાડા ગામે પ્રાથમિક શાળા, લાખારા વાંઢ અને ધ્રંગ, કોટાય અને બેંરડામાં પ્રાથમિક શાળા ખાતે કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટર જરૂરિયાત મુજબ તૈયાર કરાયેલા છે. જમવા સાથે લાઈટ, પાણી અને ટોઈલેટની સુવિધાવાળા કોવીડ કોમ્યુનિટી કેર સેન્ટરમાં હાલે કોઇ દર્દીઓ નથી, પરંતુ જરૂર પડે તો અગમચેતીરૂપે આ સુવિધાઓ હાલે ઉપલબ્ધ છે એમ ધાણેટી પી.એચ.સી.ના ડો.પૂર્વીબેન પ્રાંબડીયા અને આયુષ ડો.હેમાંગનીબેન ચૌધરી જણાવે છે. વહીવટી તંત્ર અને ધાણેટી ગ્રામ પંચાયત દ્વારા કોવીડ-૧૯ માટેના આ પગલાંને સૌ ગ્રામજનો આવકારે છે.