ભુજ તાલુકાના વિવિધ રસ્તાઓ માટે રૂા.૧ર.૬પ કરોડ મંજૂર

ભુજના ધારાસભ્યએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતને મળી સફળતા

ભુજ : ભુજના ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્ય દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ભુજ તાલુકાના ૧૯ રસ્તાઓને કાચાથી ડામર અને વાઈડનીંગ માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રાન્ટ મંજૂર કરવા રજૂઆત કરતા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા રૂા.૧ર.૬પ કરોડ મંજૂર કરાતા આ રજૂઆતને સફળતા મળી છે.

રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ ભુજના ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્યએ કરેલી સતત રજૂઆતો બાદ ભુજ તાલુકાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કાચાથી ડામર અને વાઈડનીંગ રસ્તાઓને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરી જાેબ નંબર ફાળવાયા છે. જે-તે વિસ્તારના આગેવાનો તરફથી થયેલી રજૂઆતને સંદર્ભે ભુજના ધારાસભ્ય શ્રીમતિ આચાર્યે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી, જેના અનુસંધાને ભુજ તાલુકાના ૧૯ રસ્તાઓ મંજૂર કરાયા છે, જેના માટે રૂા.૧ર.૬પ કરોડ મંજૂર કરાયા છે. આ રસ્તાઓમાં આણંદસરથી હનુમાન મંદિર રોડ માટે રૂા.રપ લાખ, એચએસ-ર કેરા માનકુવા રોડથી બાલક્રિષ્ન ગૌશાળા કોડકી ગામને જાેડતા રોડ માટે રૂા.૬૦ લાખ, માનકૂવા જૂનાવાસ કાંધાવાડીથી ભીમનાથ મહાદેવ મંદિર રોડ માટે રૂા.ર૦ લાખ, માનકૂવા તળાવથી ભારાસરને જાેડતા રસ્તા માટે ૪૦ લાખ, માનકુવા ભૂમિ પેટ્રોલ પમ્પથી વિરેશ્વર મહાદેવ મંદિરને જાેડતા રસ્તા માટે ૪૦ લાખ, ભુજ – નખત્રાણા હાઈવે દેશલપરથી ઉમિયાધામ વાંઢાયને જાેડતા માર્ગ માટે ૧૦૦ લાખ, વર્ધમાન નગરના પાર્શ્વનાથ નગરથી માધાપર નવાવાસને જાેડતા રસ્તા માટે ૮૦ લાખ, માધાપર નવાવાસ મહાદેવનગરથી કોટક નગરને જાેડતા માર્ગ માટે ૮૦ લાખ, સુમરાસર શેખના તેજાવાંઢને જાેડતા માર્ટ માટે ૮૦ લાખ તેમજ ધનાવાંઢને જાેડતા માટે માર્ગ ૬૦ લાખ, માધાપર જૂનાવાસ સ્વર્ણિમ સ્કૂલથી અંધજન મંડળ રોડ માટે ૪૦ લાખ તેમજ ભુજિયા ડુંગરની સામે સોની સમાજવાડીને જાેડતા રોડ માટે પ૦ લાખ, નારાણપર – મેઘપર પુલિયાથી વેલજીભાઈની વાડીના જાેડતા રસ્તા માટે પ૦ લાખ, મેઘપર ગામે ભુજ-માંડવી રોડથી મુક્તજીવન નગરના માર્ગ માટે ૪૦ લાખ, સામત્રાથી વાંઢય અને વાંઢાયથી મતિયા દેવના મંદિર સુધીના રોડ માટે ૬૦ લાખ, ભારાસરમાં અનુસૂચિત જાતિના કબ્રસ્તાનથી રેલ્વે ક્રોસિંગના માર્ગ માટે ૧ર૦ લાખ, ગોરવલીના દલિતવાસથી દલિત સ્મશાન ઘાટ સુધી એપ્રોચ રોડ માટે ૪૦ લાખ, વાંઢાય મેઈન રોડથી કામધેનુ હોટલથી મતિયા દેવ દાદા સ્થાનક સુધીના રોડ માટે ૬૦ લાખ, દહીંસરા બસ સ્ટેશનથી સ્વામિનારાયણ છત્રી પુઈ વાડી સુધીના રોડ માટે રૂા.ર૦ લાખ જ્યારે ફોટડી – આણંદસર રોડને પહોળો કરવાની કામગીરી માટે રૂા.ર૦૦ લાખ ફાળવાયા છે. આ રસ્તાઓની મંજૂરી મળતા જ લોકોમાં આનંદની ફેલાઈ હતી. આ રસ્તાનું મજબૂતીકરણ થવાથી લોકો અને ટ્રાફિકને પડતી મુશ્કેલીઓ હલ થઈ જશે. આ રજૂઆતને પગલે મંત્રીએ રસ્તાઓ મંજૂર કરતા આ વિસ્તારની ગ્રામ્ય પ્રજા અને સૌ કાર્યકરોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.