ભુજ ટાઉન હોલ ખાતે વોર્ડ નંબર ૧૦ નો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

0
17

૧૩ વિભાગોની વિવિધ ૫૬ પ્રકારની સેવા નાગરીકોને અપાશે

સરકારશ્રીના ૧૩ વિભાગોની વિવિધ ૫૬ પ્રકારની સેવાઓ નાગરિકોને એક જ સ્થળે મળી રહે તે માટે ભુજ નગરપાલિકા દ્વારા  શહેરી તબક્કો- ૮ના બીજા ચરણનો સેવાસેતુ કાર્યક્રમ ૬/૦૮/૨૦૨૨ ના રોજ ભુજ ટાઉન હોલ ખાતે  યોજાશે. જેનો વોર્ડ ૧૦ ના નાગરિકો લાભ લઈ શકશે.
 નગરપતિશ્રી દ્વારા  શહેરીજનો સેવાસેતુ કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લાભ લે તેવો અનુરોધ કરતા જણાવાયું હતું કે, સવારે ૯ થી બપોરના ૨ કલાક સુધી યોજાનારા  આ કાર્યક્રમમાં અરજદારોની વ્યકિતગત અરજીઓનો સ્થળ પર જ વિવિધ કચેરીઓ દ્વારા નિકાલ કરવામાં આવશે.  આધારકાર્ડ, હેલ્થ વેલનેસ કાર્ડ, નવા વીજજોડાણ, ગુમાસ્તાધારા, રાશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, વિધવા સહાય, જન્મ- મરણના દાખલા, આવકનો દાખલો, પ્રધાનમંત્રી જીવન જયોતિ યોજના, સુકન્યા સમૃધ્ધિ યોજના, અટલ પેન્શન યોજના, કુંવરબાઇનું મામેરૂ સહાય યોજના સહિતની વિવિધ સેવાનો લાભ લાભાર્થીઓ  આ કાર્યક્રમમાં લઈ શકશે. નાગરિકોએ આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે.