ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં આરએસએસ દ્વારા સફાઈ ઝુંબેશ

ભુજ : હાલ કચ્છમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે, તેવામાં શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી. જયારે હવે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી હોતા કેસોમાં ઘટાડો થયો છે. અને લોકોની અવર જવર રહી છે, જેથી પરિસરમાં ગંદકી થતાં રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્વારા જી.કે. હોસ્પિટલમાં સફાઈ ઝુંબેશ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ અંગે આરએસએસના કાર્યકર્તાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આરએસએસના માધ્યમથી જી.કે. જનરલ હોસ્પિટલમાં ૧ર૦ ભાઈઓ અને ૩૦ બહેનો મળી કુલ ૧પ૦ સ્વયંસેવકો દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ઝાડ કટીંગ, ઝાડના થળ પર કલર, પ્લાસ્ટીક થેલી, બોટલ વગેરે એક્ત્ર કરી સફાઈ કરવામાં આવી હતી.