ભુજ ઘટક-૧ ની ૧૨૪ આંગણવાડી કેન્દ્રોમાં પૂર્ણા દિવસની ઉજવણી કરાઇ

આઈ.સી.ડી.એસ. ભુજ ઘટક-૧ માં સમાવિષ્ટ ૧૨૪ આંગણવાડી કેન્દ્રોમાં ચોથા મંગળવાર અંતર્ગત કોવીડ-૧૯ ની ભારત સરકારશ્રીની ગાઈડલાઈન ને અનુસરીને પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કિશોરીઓ દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવવાની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે કિશોરીઓ દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ જેવી કે,પેન સ્ટેન્ડ, ફૂલદાની, ભાતભાતના તોરણ, ફોટોફ્રેમ, વોલ પેપર, પર્શ, અવનવા માસ્ક વગેરે બનાવવામાં અવ્યા હતા. અને આંગણવાડી કેન્દ્રોમાં હરિફાઈ માં વિજેતા બનેલ કિશોરીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા.