ભુજ-ગાંધીધામની બજારો ધમધમી, વેપારી વર્ગમાં ખૂશી

ગાંધીધામ વ્યાપારી મંડલની ટીમ રાજુભાઈ ચંદનાણીએ વેપારીઓના હિતાર્થે સરકાર સામે ઉચ્ચારેલી ચીમકી ભરી લાલબત્તી કામ કરી ગઈ : સરકાર વેપારીઓને છુટછાટ નહી આપે તો સ્વયં ભુ ધંધાઓ ખુલ્લા કરી નાખવાની ગાંધીધામના વેપારીઓએ નાછુટકે ઉચ્ચારી હતી ચીમકી

અંતે ર૩ દિવસ બાદ લારી-ગલ્લા અને દુકાનધારકોએ પોતાના વ્યવસાય વિધિવત કર્યા શરૂ :નિયંત્રણોમાં છૂટછાટથી નાના ધંધાર્થીઓમાં હાશકારો : એક તબક્કે માર્ગો સૂમસામ ભાસ્યા બાદ આજથી ફરી ધંધા-રોજગારમાં પ્રાણ ફુંકાયા

વેપારીઓ, ગ્રાહકો, સૌ કોઈએ ફરજિયાત કોવિડ-૧૯ના નિયમો પાડવા પડશે અન્યથા ફરી કેસો વધશે તો ધંધા બંધ રાખવાની આવી શકે છે નોબત : લોકડાઉન અને કડક નિયંત્રણોથી બચવા સાવચેતીના પગલાં જરૂરી : પોલીસ અને તંત્રને કડક કાર્યવાહી ન કરવી પડે તેવી શિસ્તાથી લોકો એસઓપીનું કરે પાલન

 

image description
image description

ભુજ : કોરોનાની બીજી લહેરમાં લોકડાઉન લાગ્યા બાદ આજથી ફરી અનલોકનો સીલસીલો શરૂ થયો છે. ભુજ-ગાંધીધામની બજારો આજથી ખુલતા લોકોની અવર-જવરથી બજાર વિસ્તાર ધમધમી ઉઠ્યો હતો. ર૩ દિવસ સુધી બજારો સુનકાર ભાસ્યા બાદ આજથી લોકોના આવાગમનથી બજારોને ઓક્સિજન મળ્યો હતો તો વેપારી વર્ગમાં ખૂશીનું મોજું ફરી વળ્યું હતું. કોરોનાનું સંક્રમણ અટકાવવા ગુજરાત સરકારે ભુજ-ગાંધીધામમાં રાત્રિ કફ્ર્યુ લગાવ્યા બાદ ગત ર૭ એપ્રિલથી દિવસે કડક નિયંત્રણોના નામે મીની લોકડાઉન લગાવાયું હતું. વેપારી, શેરી ફેરિયા, નાના ધંધાર્થીઓ સહિતનાઓ દ્વારા સરકારમાં રજૂઆતો કરી છૂટછાટ આપવા માંગણી કરાઈ હતી. અંતે સરકારે વેપારીઓની વાત સ્વિકારી આજથી સવારે ૯ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી ધંધો કરવા છૂટછાટ આપતા આજે સવારથી બજારો ચેતનવંતી બની હતી. લોકોની અવર-જવરથી બજારોમાં નવા પ્રાણ ફુંકાયા હતા.
કોરોના સંક્રમણને પગલે રાજ્યમાં હાલ ચાલી રહેલું મિનિ લોકડાઉનમાં સરકારે થોડી રાહતો આપવાનો ર્નિણય કર્યો છે. જે પ્રમાણે આજથી તમામ દુકાનો, લારી-ગલ્લા, હેર સલુન, બ્યૂટીપાર્લર, માર્કેટિંગ યાર્ડ, શોપિંગ કોમ્પ્લેક્સ, તમામ વ્યાપારીક ગતિવધિઓ, હોટલ-રેસ્ટોરન્ટો માત્ર ટેકઅવે અને હોમ ડિલિવરી પુરતી ખુલી રાખવા સરકારે છૂટ આપી છે. રાજ્યમાં આંશિક લોકડાઉન ૨૮ મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે ૯થી બપોરે ૩ સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. જાેકે, ભુજ અને ગાંધીધામ સહિતના ૩૬ શહેરોમાં રાત્રિ કફ્ર્યુ યથાવત રખાયો છે. લગ્નમાં પ૦ અને અંતિમવિધિમાં ર૦ની મર્યાદા નક્કી કરાઈ છે. મેળાવડા, કાર્યક્રમો, મોલ, સિનેમા, મંદિરો, બંધ રાખવાની સરકારે જાહેરાત કરી છે. જાેકે, આ દરમિયાન દુકાનદારોએ પોતાની દુકાનમાં ભીડ ન થાય, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો પાલન થાય, તેમજ સૌ માસ્ક પહેરી રાખે તેની તકેદારી રાખવી પડશે, ગ્રાહકોને પણ નિયમો પાડવા પડશે. આજે સવારથી ભુજ અને ગાંધીધામની બજારોમાં પોલીસની ટીમો દ્વારા ચેકિંગ શરૂ કરી દેવાયું હતું. તેમજ વેપારીઓ અને ગ્રાહકોને નિયમો પાડવા સમજ અપાઈ હતી. બપોરે ૩ વાગ્યા બાદ બજારો બંધ
થઈ હતી.
આજથી ભલે બજારો ખુલી હોય, પણ વેપારીઓ, ગ્રાહકો, સૌ કોઈએ ફરજિયાત કોવિડ-૧૯ના નિયમો પાડવા પડશે અન્યથા ફરી કેસો વધશે તો ધંધા બંધ રાખવાની નોબત આવી શકે તેમ છે. લોકડાઉન અને કડક નિયંત્રણોથી બચવા સાવચેતીના પગલાં જરૂરી બન્યા છે. પોલીસ અને તંત્રને કડક કાર્યવાહી ન કરવી પડે તેવી શિસ્તાથી લોકો એસઓપીનું પાલન કરે તે જરૂરી છે. ભુજમાં વાણિયાવાડ, અનમ રિંગરોડ, તળાવ શેરી, છઠ્ઠીબારી, શરાફબજાર, સોની બજાર, મહેરઅલી ચોક, હોસ્પિટલ રોડ, ભાનુશાલીનગર સહિતના વિસ્તારોમાં લોકોની અવર-જવર જાેવા મળી હતી. ગાંધીધામની મેઈન માર્કેટ, વચલી બજાર સહિતના વિસ્તારો ર૩ દિવસ બાદ ખુલતા લોકોનો ધસારો જાેવા મળ્યો હતો.
નોંધનીય છે કે, આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજન સ્થળો, સ્પા, જીમ, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ તથા કોમર્શિયલ કોમ્પ્લેક્સિસ બંધ રહેશે. આજે સવારથી બજારોમાં લોકોની ચહલ પહલ જાેવા મળી હતી. ર૩ દિવસથી બજારો બંધ રહેતા લોકો આજે સવારથી જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા બજારોમાં પહોંચી ગયા હતા. સલુનોમાં પણ સવારથી ગ્રાહકોનો ધસારો જાેવા મળ્યો હતો.