ભુજ ખાતે જૈનમ કોવીડ કેર સેન્ટરનો રાજ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પ્રારંભ

દરેકસમાજસાથે મળી કોરોનાને હરાવવા સહયોગ કરી રહ્યો છે- રાજ્યમંત્રી

“વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-૧૯ માં જનભાગીદારીથી કોરોનાને મ્હાત આપવાની સરકારની અપીલ ને સમાજે સાકાર કરી છે” એમ રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું. આજે ભુજ આર.ટી.ઓ સાઇટ ખાતે વાગડ બે ચોવીસી સમાજના સંકુલમાં માધાપર જૈન સમાજ દ્વારા સંચાલિત અને નવકાર ગ્રુપના સહયોગ થી  જૈનમ કોવીડ કેર સેન્ટર નો પ્રારંભ કરતા રાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે,” વૈશ્વિક મહામારી કોરોનાને હરાવવા સર્વે સમાજ સાથે મળીને સહયોગ કરી રહ્યો છે જેનો હું સરકાર વતી આભાર માનું છું. આજે વાગડ બે ચોવીસી સમાજે તેમનું સંકુલ કોવીડ કેર સેન્ટર માટે નિ:શુલ્ક આપ્યું છે તેમજ નવકારગ્રુપ પણ આર્થિક સહયોગ કરી રહ્યુ છે. માધાપર જૈન સેવા સમાજ નું સમર્પણ સદા ઉલ્લેખનીય છે. આહિર સમાજના હરિભાઈ ધનાભાઈ માતાના પરિવાર તરફથી આજે મળેલી એમ્બ્યુલન્સે સર્વ સમાજની સાથે મળીને કોરોનાને હરાવવાની જંગમાં અગ્રેસર છે એમ દર્શાવે છે એમ સામાજિક અને શૈક્ષણિક પછાત્વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રીશ્રીએ કહ્યુ હતુ. માધાપર જૈન સમાજના પ્રમુખ શ્રી હિતેશભાઇ ખંડોરે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે,”હાલે આ સેન્ટરમાં ૨૭ બેડનીસુવિધાઓ છે. જરૂર પડે અન્ય બેડની પણ સુવિધાઓની તૈયારી છે.બાયપેપ અને વેન્ટીલેટર સિવાયની કોરોના માટેની ઓકસીજન, ભોજન,તમામસારવાર વ્યવસ્થાઓ અહીં  કરી આપવામાં આવશે. ડોક્ટર રૂપાલીબેન મોરબિયા અને ભુજની એકૉર્ડ હોસ્પિટલના સહયોગ અને માર્ગદર્શન હેઠળ અહીંયા તબીબી સારવાર પણ આપવામાં આવશે . અહીના જૈન સાધ્વીઓ સંતો માટે  અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. આ તકે રાજ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ તેરા તુજકો અર્પણ ટ્રસ્ટને નાડાપાના હરિભાઈ ધનાભાઈ માતાના પરિવાર તરફથી અર્પણ કરાયેલી એમ્બ્યુલન્સ ટ્રસ્ટની સોંપી હતી. આ તકે કચ્છ મોરબીના સાંસદ શ્રીવિનોદભાઈ ચાવડા, ભુજ ધારાસભ્યશ્રી નીમાબેન આચાર્ય, અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના અધ્યક્ષાશ્રી પારૂલબેન કારા, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી,નગરપતિ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, સમાજના અગ્રણી શ્રી કેશુભાઈ પટેલ, દિલીપભાઇ ત્રિવેદી, શીતલ શાહ, જીગર છેડા ,કૌશલ મહેતા, માધાપર જૈન સમાજના ટ્રસ્ટીશ્રીઓ, નવકાર ગ્રુપના કમલેશભાઈ સંઘવી, મનીષ મોરબિયા, નવીનભાઈ ખોરડિયા, ભદ્રેશ મહેતા, કૈલાશ મહેતા, ચિરાગ શાહ ,અશોક સંઘવી, ડોક્ટર ઉમંગ સંઘવી, સાક્ષી મોરબિયા, પંકજભાઇ મહેતા,મોહનભાઈ શાહ તેમજ સમાજના અગ્રણીઓ અને મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા