ભુજ અને સુખપરમાંથી બાઈક ચોરાતા ફરિયાદ

ભુજ : શહેરના જીઆઈડીસી વિસ્તાર તેમજ સુખપરના ભાણભટ્ટ ફળિયામાંથી બાઈકની ચોરી થતા ભુજ બી ડિવિઝન પોલીસ અને માનકુવા પોલીસ મથકે જુદી – જુદી ફરિયાદો નોંધાઈ હતી. ભુજ બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી પ્રકાશ માવજી મેરિયા (રહે. ઢોરી, તા.ભુજ)એ બાઈક ચોરી અંગેની ફરિયાદ નોધાવી હતી. ફરિયાદીની જી.જે.૧ર.ડીપી ૧ર૬પ નંબરની બાઈક કિંમત રૂા. ૧૦ હજાર વાળી ભુજના જીઆઈડીસી વિસ્તારમાં પારસ એન્જીનીયરીંગ ગેરેજ પાસેથી કોઈ અજાણ્યા ચોર ઈસમો તફડાવી ગયા હતા. તો બીજી તરફ ઈબ્રાહીમ આમદ જત (ઉ.વ.ર૭) (રહે. ભાણભટ્ટ વિસ્તાર, સુખપર, તા.ભુજ) એ માનકુવા પોલીસ મથકે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના ઘરની બહાર પાર્ક કરાયેલ જી.જે.૧ર.ઈ.એ. ૭પપ૬ નંબરની બાઈક કિંમત રૂા. ૪૦ હજાર વાળી કોઈ અજાણ્યા ઈસમો ચોરી જતા માનકુવા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જેને પગલે પીઆઈ એમ. આર. બારોટે આગળની તપાસ હાથ ધરી છે.