ભુજાેડી ફાટકથી કુકમા-કોટડાના ૩ કિ.મી. પૈકીના ૧ કિ.મી. ના માર્ગને પાકો કરાય તો ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે

ભુજના સિનિયર સિટીઝને કાર્યપાલક ઈજનેરને પત્ર પાઠવી સૂચન કર્યું

ભુજ : ભુજાેડી રેલવે ઓવર બ્રિજ પર ટ્રાફિકજામ સમસ્યા માથાનો દુઃખાવો બની ગયો છે. તેવામાં ભુજાેડી ફાટકથી કુકમા-કોટડાના ૩ કિ.મી.ના માર્ગ પૈકી ૧ કિ.મી.ના માર્ગને પાકો કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યાનો હલ થઈ શકે તેમ છે. ભુજના સિનિયર સિટીઝન કાન્તિલાલ આર્યએ જિલ્લા પંચાયતના માર્ગ મકાન બાંધકામ શાખાના કાર્યપાલક ઈજનેરને સૂચન કરતા જણાવ્યું કે, ભુજાેડીના વાડી વિસ્તારમાં આવેલો કાચો રસ્તો જે ભુજાેડી રેલવે ફાટક (બ્રીજ)થી દક્ષિણમાં કુકમા-કોટડા (ચ) તરફ જતા પાકા રોડને મળે છે. આ કાચા રસ્તાનો ઉપયોગ ભુજાેડી, કુકમા અને લેર ગામના ખેડૂતો કરે છે. ઉપરાંત માધાપર નવાવાસને પાણી પૂરું પાડતા ૧પ બોરવેલ અને મોટો પાણી સંગ્રહ (સંપ) ટાંકો તથા ધાર્મિક સ્થળ-વૈદિક સંસ્થાન યોગધામ અને વાંકલ માતા મંદિર વગેરે શ્રદ્ધાળુ લોકોની આવજાવ રહે છે.  ભુજાેડી રેલવે ફાટકથી કુકમા-કોટડા પાકા રસ્તા સુધી અંતર અંદાજી ૩ કિ.મી. થાય તે પૈકી (૧) કિ.મી રસ્તાને પાકો કરવામાં આવે તો ખેડૂતો તથા માધાપર નવાવાસ પાણીના પુવરઠા સંકુલ અને ધાર્મિક સ્થળોને બહુ લાભ થયા તેમ છે. ભુજાેડી રેલવે ઓવરબ્રિજ પર ટ્રાફિકજામ સમસ્યા માથાના દુઃખાવો છે. તા.ર૯/પના સાડા સાત કલાક ટ્રાફીક જામ થતા વાહનોના થપ્પા લાગ્યા હતા. બ્રિજનો રસ્તો ઉંચો હોતા ટ્રાફિકને ખુલ્લો કરવો બહુ મુશ્કેલ બને છે ધોરાવા હનુમાન મંદિર પાસેથી ડાયવર્ઝન કાઢવાનો નિષ્ણાતનો મત છે, પરંતુ આ કાયમી વૈકલ્પીક ચાલુ રસ્તા તરફ કોઈનું ધ્યાન આવેલું નથી.  આ રસ્તાને તાત્કાલિક ધોરણે પાકો કરવામાં આવે તો અત્યારે રેલવે બ્રિજનું કામ ચાલતું હોઈ રોજિંદી ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે. એક સાથે અનેક સમસ્યાનું સમાધાન થાય. ઓવર બ્રિજનું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને સરકારના વિવિધ બાંધકામ વિભાગો સાથે મળીને રસ્તો કાઢવાનું બહુ જરૂરી કામ કરે તો સોનામાં સુંગધ ભળે, તો રેલવે બ્રિજથી દક્ષિણ બાજુ જતા રસ્તાને પાકો બનાવવાનું કામ તાત્કાલિક ધોરણે એક કે બે કિ.મી.નું કરવા માંગ કરાઈ છે.