ભુજાેડી ઓવરબ્રિજ તો અદ્વરતાલ- એક ડાયવર્જન પણ ન બન્યું : હાય રે..કચ્છની નબળીનેતાગીરી.!

પાંચ પાંચ ધારાસભ્ય, ૧ સાંસદ છતાં સરકારમાં કંઈ જ ઉપજ નહીં..? કેવી છે કચ્છની કમનશીબી? ભુજાેડી ઓવરબ્રીજ તો એક દાયકાથી સતત લટકતો જ રહ્યો છેહાલમાં પણ મંથર ગતિએ ચાલી રહ્યું છે કામ, છતાં એક ડાયવર્જન-સર્વિસ રોડ બાજુમાંથી બનાવીને અહીની મોટરીંગ પ્રજાને રાહત ન આપી શકયા..!

કોરોનામાં કચ્છના રાજકીય આગેવાનોએ શું કર્યુ તે તોે પ્રજાએ બરાબરનું જાેયુ-નોંધ્યુ છે, ભુજાેડી ઓવરબ્રીજની આશા પણ હવે લોકો છોડી ચુકયા છેઆવનારી પેઢી કદાચ બ્રીજ જુએ તો નવી નવાઈ નહી, પણ હાલમાં એક ડાયવર્જન કરાવી આપો તો ય ઘણો પાર મનાય એમ છે..,: મંત્રીશ્રી, મેં સુવિધાઓ કરાવીના જશ તો ઠેર ઠેર લેતા ફરે છે, તો ભુજાેડી ઓવરબ્રીજનુ ડાયવર્જન  એક માત્ર નથી કરાવી શકતા? કે પછી પ્રજાની હાલાકી દેખાતી નથી?

ગાંધીધામ : એકતરફ ગુજરાત સરકાર કચ્છના વિકાસકામોને વેગ આપવાની દીશામા સતત પ્રયત્નશીલ છે, ખુદ વિજયભાઈ કચ્છ આખાયના હિતને લગતા પ્રશ્નોને લઈને અંગત ચિંતા સેવતા રહ્યા છે, તેવામાં બીજી તરફ જાણે કે એ જ સત્તાપક્ષના કચ્છના રાજકીય આગેવાનો તદન લાપરવાહ કે પછી બફિકરાઈથી જ વર્તતા હોય તેવો તાલ થવા પામી રહ્યો છે. આ પૈકીનો જ એક પ્રશ્ન એટલે ભુજાેડી ઓવરબ્રીજ છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભુજાેડી ઓવરબ્રીજના કામને લઈને ભુજ ખાતે સમીક્ષા બેઠક યોજી તેમાં બધાયને બરાબરના ખખડાવી અને આ કામ વેગવતું થાય તેનીચિંતા સેવી ગયા હતા પરંતુ બીજીતરફ સ્થાનિક રાજકીય જગત દ્વારા આવા પ્રશ્નોને લઈને જાણે કે ઉપેક્ષાઓ જ સેવાતી હોય તેમ સરકાર અને સીએમની આકરી ટકોર બાદ પણ ભુજાેડી બ્રીજના કામો ખોળંગાતી ચાલે જ થવા પામી રહ્યા છે. કચ્છની પ્રજા અથવા તો કચ્છમાં આવનારી મોટરીંગ પ્રજા ભુજાેડી બ્રીજથી ત્રાહીમામ પોકારી ઉઠી છે. છાશવારે અહી ટ્રાફકી જામ સર્જાય છે અને તે પણ મીનીટોના નહી કલાકોના જામ સર્જાઈ જાય છે. કયારેક તો આવા ટ્રાફીક જામમા એમ્બયુલન્સ પણ અટકવાઈ જતી હોવાની સ્થિતી સર્જાય છે.

બીજીતરફ કામ રાખનાર ઠેકેદાર જાણે કે, મનસ્વી રીતે ધરની ધોરાજી જ ચાલતી હોય અને તેને કોઈ જ કહેવા પુછવા વાળા હોય જ નહી તેમ પ્રજાજનોના ભોગે આડેધડ ગોકળ ગતીએ કામ ચલલાવી રહ્યા હોવાનો વર્તારો દેખાય છે. તેવામાં હવે કામ ધોળાવા હનુમાન મંદિર આગળ વધતા અહીથી બે રસ્તાઓ જે હતા તે પણ બંધ થઈ ગયા અને વન વે જ બની ગયો હોય તેવો તાલ થતા ટ્રાફીકની સમસ્યા શિરદર્દી બની જવા પામી છે અને મજાની વાત એ છે કે, અહી આટટલો મોટો ટ્રાફીક અવરજવર હોેવા છતા પણ કોઈ જ ડાયવર્જન બનાવવામાં આવ્યુ નથી. કોઈઅલગથી સર્વિસરોડ અપાયો નથી. આવુ શા માટે? ઠકેદારની આટઆટલી સગવડો કેમ જાેવાઈ રહી છે? કચ્છની પ્રજા પારાવાર મુશ્કેલીો ભુજાેડી રોડ પર ભોગવી રહી છે છતા એક નાનુ સુનુ ડાયવર્જન પણ બનાવી દેવામા આવતુ નથી? કેવી છે કચ્છની કમનશીબી…ભાજપની સરકાર છે, કચ્છમાથી એક સાંસદ અને પાંચ ધારાસભ્યો હોવા છતા પણ તેઓથી આટલુ નાનુ કામ પણ થવા પામી શકતુ નથી? કોને રોવુ? કચ્છની કમનશીબીને કે પછી નબળી નેતાગીરીને? તેવો સવાલ પણ આ તબક્કે પ્રબુદ્ધવર્ગમાથી થવા પામી રહ્યો છે.             

પાંચ પાંચ ધારાસભ્ય, ૧ સાંસદ છતાં સરકારમાં કંઈ જ ઉપજ નહીં..? કેવી છે કચ્છની કમનશીબી? ભુજાેડી ઓવરબ્રીજ તો એક દાયકાથી સતત લટકતો જ રહ્યો છેહાલમાં પણ મંથર ગતિએ ચાલી રહ્યુ છે કામ, છતાં એક ડાયવર્જન-સર્વિસ રોડ બાજુમાંથી બનાવીને અહીની મોટરીંગ પ્રજાને રાહત ન આપી શકયા..! ઓવરબ્રીજ બનાવી દેશે એવી અપેક્ષા તો રાજકારણીઓ હવે લોકો રાખવાનુ પણ છોડી ચુકયા છે, પણ ડાયવર્જન અને સર્વિસરોડ બનાવી શકે તેટલીએ ક્ષમતા કચ્છના રાજકારણીઓમાં નથી રહી? જાણકારો અને ભોગગ્રસ્તોમાથી આ મુજબના સવાલો ઉભા થવા પામી રહ્યા છે. કેટલાક આખા બોલો વર્ગ તો અએમ પણ કહે છે કે, કોરોનામાં કચ્છના રાજકીય આગેવાનોએ શું કર્યુ તે તોે પ્રજાએ બરાબરનું જાેયુ-નોંધ્યુ છે, ભુજાેડી ઓવરબ્રીજની આશા પણ હવે લોકો છોડી ચુકયા છેઆવનારી પેઢી કદાચ બ્રીજ જુએ તો નવી નવાઈ નહી, પણ હાલમાં એક ડાયવર્જન કરાવી આપો તો ય રાજકારણીઓનો પ્રજા ઘણો પાર માને એમ છે. લોકો કહી રહ્યા છે કે, મંત્રીશ્રી, મેં સુવિધાઓ કરાવીના જશ તો ઠેર ઠેર લેતા ફરે છે, તો ભુજાેડી ઓવરબ્રીજનુ ડાયવર્જન  એક માત્ર નથી કરાવી શકતા? કે પછી પ્રજાની હાલાકી દેખાતી નથી?

અરે કંઈક તો પ્રજાનું વિચારો, માત્ર મારૂં શું, મારૂ શું.માં જ રચ્યાપચ્યા છો..? ભુજાેડી બ્રીજ પર અટકનારો, કલાકો સુધી ટ્રાફીક જામમાં ફસાઈ જનારો, તમારા માટે સારૂ વિચારતો હશે, એમ માનતા હોય તો ખાંડ ખાવાની બંધ કરી દેજાે, ભારોભાર રોષ અને કચવાટ જ કચ્છના રાજકીય જગત પ્રત્યે અનુભવતો હશે, એક તો વરસોથી બ્રીજ ન બનાવી શકયા, બીજું હવે ડાયવર્જન બનાવવાની પણ ત્રેવડ રાજકારણીઓમાં રહી હોય તેમ દેખાતુ નથી, , આવું જ માનતો હશે..! જરા સહેજ પણ લાજ શરમ બચી હોય તો વેળાસર જ પ્રજાની પીડાને સમજાે, ભુજાેડી બ્રિજ પર ડાયવર્જન વ્યવસ્થિત બનાવવા માટે ઠેકેદારને અને તંત્રને ફરજ પાડો તે જ સમયનો તકાજાે બની રહ્યો છે.