ભુજમાં 62 વર્ષિય વૃદ્ધે ગળે ફાંસો ખાતા સારવાર દરમિયાન મોત

ભુજ : શહેરના મહાદેવ નગર-3માં રહેતા 62 વર્ષિય વૃદ્ધે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેમને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત ન નિવળતા દમ તોડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ભુજના મહાદેવ નગર-3માં રહેતા 62 વર્ષિય ધનજીભાઈ ગાભાભાઈ લોંચાએ મંગળવારે પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો હતો. ઘરમાં લાકડાની આડી સાથે રસી બાંધીને વૃદ્ધે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે પરિવારજનોનું ધ્યાન જતા તેમની પુત્રી ચંદ્રિકાબેન ધનજી લોંચાએ તેમને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. દરમિયાન સારવાર કારગત ન નિવળતા આજે બપોર બાદ હતભાગીએ દમ તોડ્યો હતો. બનાવને પગલે ભુજ એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.