ભુજમાં સગીરાની છેડતી કરનાર આરોપીના જામીન રદ્દ

ભુજ : શહેરના મહેરઅલી ચોક ખાતે ૧ર વર્ષિય સગીરાની છેડતી કરનાર આરોપીના જામીન રદ્દ કરાયા છે. ગત ૧૯મી માર્ચના સાંજના સમયે બનાવ બન્યો હતો. નાસ્તો લેવા ગયેલી સગીરાની અહીં દાબેલીની દુકાને કામ કરતા શાંતિગર ઉર્ફે બાવાજી હરીગર ગોસ્વામીએ છેડતી કરી હતી. જે પોક્સોના કેસમાં ભુજ સેશન્સ કોર્ટ ખાતે આરોપીએ રેગ્યુલર જામીન અરજી કરી હતી. પોક્સોનો ગુનો હોવાથી સ્પેશીયલ જજે આરોપીની જામીન અરજી રદ્દ કરી હોવાનું સરકારી વકિલ એચ.બી. જાડેજાએ જણાવ્યું છે.