ભુજમાં સંજીવની ઓક્સિજનના ૩ મેડિકલ યુનિટ ૩ કરોડના ખર્ચે તૈયાર થશે

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઓક્સિજન પ્લાન્ટ માટે ૩ કરોડની ધનરાશીનો ચેક અપાયો : લેવા પટેલ હોસ્પિટલમાં એક મહિનામાં ઓક્સિજનના પ્લાન્ટ ઉભા કરાશે

ભુજ : હાલમાં જયારે કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે, ત્યારે છેલ્લા ૬૦ દિવસોમાં કચ્છના લોકોએ જીવન – મરણ વચ્ચે જંગ ખેલ્યો છે. ઓક્સિજનના અભાવે અનેક લોકોએ શરીરનો ત્યાગ કર્યો છે. આવી સ્થિતિમાં કચ્છના લોકોને મદદરૂપ થવા શ્રી મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ભુજમાં ઓક્સિજનના ૩ મેડિકલ યુનિટ ઉભા કરવા ૩ કરોડનું અનુદાન અપાયું છે. ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં આ ઓક્સિજન યુનિટ ઉભું કરવામાં આવશે. એક માસમાં એક પછી એક ક્રમશઃ યુનિટ શરૂ થશે, જેમાં સિલિન્ડર ભરી શકાશે અને હોસ્પિટલોને પુરતો ઓક્સિજન પુરો પાડી શકાશે. કોઈ પણ ધાર્મિક સંસ્થાએ કોરોના રાહત માટે આટલું મહાયોગદાન આપ્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. મણિનગર ગાદી સંસ્થાન અમદાવાદ કોરોના દર્દીઓની મદદે આવ્યું છે. આ સંદર્ભે સંસ્થાના આચાર્ય સ્વામી  જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજ, વરિષ્ઠ સંત  પૂજ્ય ભગવદપ્રિયદાસજી, સંતશિરોમણી મુનીભૂષણદાસજી સ્વામી, સ્વસિદ્ધચરણદાસજી, ધર્મવત્સલસ્વામી, સત્યપ્રકાશદાસજી સંતોના હસ્તે ત્રણ કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો. આ પ્રસંગે  મેનેજીંગ ટ્રસ્ટી જાદવજીભાઈ વેલજી વરસાણી, કિર્તિભાઈ વરસાણી, હરિવદનભાઈ જેસાણી, રવજી મુરજી તથા ગામો ગામના સિધ્ધાંત સજીવન મંડળના પ્રમુખ, મંત્રી, કારોબારી સમિતી સહિતના  ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા એક મહિનાથી જ્યારે કોરોના નો કહેર વધી રહ્યો છે ત્યારે કચ્છી લેવા પટેલ સમાજની એમ.એમ.પી.જે. કોવીડ  હોસ્પીટલે વર્તમાન ભવિષ્યમાં પડકારો સામે સજ્જ થવા મોટા ર્નિણય-તૈયારીઓ જાહેર કરી છે. જેમાં ૭૫ બેડની અદ્યતન આઈ.સી.યુ. હોસ્પીટલ અને ત્રણ મેડીકલ ઓક્સિજન પ્લાન્ટનો સમાવેશ થાય છે. ૫૦૦૦૦ રેપીડ ટેસ્ટ અને દવાઓ તદન નીઃશુલ્ક અપાશે. દેશ વિદેશથી આવેલા સહયોગ માત્ર ને માત્ર કોરોના સારવાર હેતુ માટે વાપરવામાં આવશે તેવો નિર્ધાર વ્યક્ત કરાયો છે. કચ્છ લેવા પટેલ કોમ્યુનિટીને યુ.કે., ઓસ્ટ્રેલિયાના પર્થ, મેલબોર્ન, સિડની, ન્યૂઝીલેન્ડ, આફ્રિકાના નાઇરોબિ, મોમ્બાસા, કિસુમુ, મેટ્‌, એલ્ડોરેટ, કેરૂગોયા, નુકુટુ, તાન્ઝાનિયા, દાર-એ-સલામ, યુ.કે.નાઈ વેલ કાર્ડિફ, બોલ્ટન, લંડન, સહિત દેશમાં વસતા પરિવારોએ પણ સહકાર આપ્યો છે.

જ્યાં સગા સાથ છોડી દે, ત્યાં કચ્છી લેવા પટેલ સમાજ અડીખમ આશરો બન્યો

સમાજના આગેવાનોએ એક સૂરે કહ્યું સમયે ઘણું શીખવ્યું, કચ્છના લોકોનો વિશ્વાસ જીત્યાનો સંતોષ

ભુજ : મહામારી સામે નિર્ણાયક લડત લડવા સૌને પ્રેરનાર કચ્છી લેવા પટેલ સમાજના અધ્યક્ષ ગોપાલભાઈ માવજીભાઈ ગોરસિયાએ કહ્યું,  સમયે અમને ઘણું શીખવી દીધું છે. લોકોને અમારા પર કેટલો ભરોસો – આશા છે એનો અનુભવ થયો છે. અમે કચ્છના લોકોને કહેવા માંગીએ છીએ કે, આગામી સમયમાં અમે કોઈ કસર રાખવા માંગતા નથી. કચ્છ તથા કચ્છ બહાર દેશ-વિદેશ વસતા તમામ લેવા પટેલ ભાઈઓએ નિર્ણય કર્યો છે કે, તાત્કાલિક ધોરણે ભુજમાં ૭પ બેડની આઈસીયુ હોસ્પિટલનું નિર્માણ કરવું તેનું કામ પ્રગતિમાં છે.  દરમ્યાન ટ્રસ્ટના મંત્રી કેશરાભાઈ પિંડોરિયા કહે છે, છેલ્લા ત્રીસ દિવસમાં ૪૦૦૦થી વધુ એચઆરસીટી માત્ર ૯૦૦ રૂપિયાના દરે થાય છે. ઓપીડી સહિત દર્દીઓએ તપાસ પછી ઈન્ડોર-આઉટડોર સારવાર મેળવી છે. ટ્રસ્ટે ખુબજ ઓછા દરે તમામ સેવા આપવા પ્રયાસ કર્યો છે. સામાન્ય સંજાેગોમાં ૪ હજારથી રપ હજાર સુધી સારવાર કરાઈ છે. ટ્રસ્ટે બજાર કરતા પ૦થી ૭૦ ટકા ઓછા દરે સેવા કરી છે. દવામાં ર૦ ટકા રાહત આપી છે. રેમડેસીવીર, ફબી જેવી દવાઓ પણ સેવાભાવથી જ આપી છે. એમએમપીજે હોસ્પિટલમાં જગ્યા ઓછી પડી તો છાત્રાલયમાં હોસ્પિટલ શરૂ કરી દેવાઈ હતી. સમાજની ત્રણે પાંખના તમામ સભ્યો, ટ્રસ્ટીઓ મહેનત કરી રહ્યા છે, ગરીબોને તદ્દન ફ્રી સેવા થાય છે. અમે કવોરોન્ટાઈન સેન્ટર નહી, કોવિડ હોસ્પિટલ ચલાવીએ છીએ જે ખુબ જ કઠીન છે તેવું કહેતા સમાજના પ્રમુખ વેલજીભાઈ પીંડોરિયા કહે છે કે, મુશ્કેલીના આ સમયમાં દેશ-વિદેશ વસતા તમામ કચ્છી પટેલોએ ‘એક સમાજ’ બની કાર્ય કર્યું છે. ચોવીસીના ગામે ગામના સમાજાે, કાર્યકરો, સંગઠન – જાગૃતિ સમિતિઓ, રાજકીય – મહિલા સમિતિઓ અને કચ્છી લેવા પટેલ યુવક – યુવતી સંઘના તમામ કાર્યકરો, આરએસએસ સાથે સંકળાયેલા સમાજના યુવાનોએ રીતસર સેવાની બાજી લગાવી દીધી છે.  ટ્રસ્ટના પૂર્વાધ્યક્ષ અરજણભાઈ પીંડોરિયા કહે છે કે, દેશ-વિદેશના દાતાઓએ સમાજની એક ટહેલથી કરોડોના દાનની હેલી વરસાવી દઈ ભુજ સમાજને વૈશ્વિક ટેકો આપ્યો હતો. સંક્રમીત દર્દીઓ વચ્ચે રહી નિર્ભયતાથી સેવા કરી છે. દુનિયાએ આ બધું જાેયું છે, અનુભવ્યું છે. જ્યાં સગા સાથ છોડી દે, ત્યાં સમાજ અડીખમ આશરો બન્યો છે. કચ્છી લેવા પટેલ સમાજ માટે એક બાજુ પોતાના દાતા, જ્ઞાતિજનોને બચાવવાના હતા, તો બીજી બાજુ સાર્વજનિક રાષ્ટ્રધર્મના પડખે રહેવાનું હતું. માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર કોવિડ- બિનકોવિડ દર્દીઓ માટે આરોગ્ય આશરાધામ બની ગયું. અહીં જી.કે. જનરલના બિનકોવિડ દર્દીઓને મફત સારવાર અપાઈ, તે વાતની કલેકટરે પણ નોંધ લીધી હતી. દાતાઓનો સમાજ દ્વારા આભાર માનવામાં આવ્યો છે.