ગઈકાલે ગુમ થયેલા યુવાનનો દવા પીધેલી હાલતમાં આર્મીના ખંડેર મકાનમાંથી મળ્યો મૃતદેહ

 

ભુજ : શહેરના ભુજીયા તળેટીમાં આવેલા આર્મીના ખંડેર રૂમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ આદરી હતી.

શહેર બી ડિવીઝન પોલીસ મથકના તપાસનીશ સહાયક ફોજદાર પ્રવિણકુમાર મહેશ્વરીએ વિગતો આપતા જણાવેલ કે ભુજના રામનગરી વિસ્તારમાં રહેતા નવિન રસીક દાતણીયા ઉ.વ. ૩૦ જે ગઈકાલથી લાપતા થઈ ગયો હતો. અને આજે તેનો મૃતદેહ મળ્યો હતો.

કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ભુજીયા તળેટીમાં આર્મીના ખંડેર રૂમમાંથી તેનો મૃતદેહ મળી આવતા સીઆરપીસી કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી દવા પીને આપઘાત કરવા પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી હતી. અને મૃતદેહનું પીએમ કરાવી તેના પરિવારજનોને સુપરત કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here