ભુજમાં મુમુક્ષુ દિક્ષાર્થી બહેનોનું સન્માન કરાયું

આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ અને કવિઓ દ્વારા કરાયું આયોજન

ભુજ : આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ ભુજ અને ભુજ ક.વી.ઓ જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડાના પ્રમુખ સ્થાને ભાવિ દિક્ષાર્થી મુમુક્ષ ઝવેરબેન ડુંગરશીભાઈ વોરા અને ભાવી દિક્ષાર્થી મુમુક્ષ ભાવીનીબેન રતિલાલભાઈ છેડાનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે આઠ કોટી મોટી પક્ષ મહાસંઘના નવા વરાયેલા પ્રમુખ વિનોદભાઈ મહેતા તથા ઈશ્વરભાઈ દેસાઈ મુખ્ય અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા હતા.
તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, વડીલ ઝવેરબેનનું સમગ્ર જીવન સેવા અને દાન ધર્મમાં વિતાવ્યું છે. તેઓ ખુબ જ મોટી વયમાં દિક્ષા ગ્રહણ કરે છે અને ભાવીનીબેન નાની વયમાં દિક્ષા ગ્રહણ કરે છે ત્યારે બંને મુમુક્ષ દિક્ષાર્થીની સંયમ અંગીકાર કરવાની ભાવનાને બિરદાવી હતી અને બંને દિક્ષાર્થી બહેનોનું સંયમ જીવન સંપૂર્ણપણે મોક્ષધામી બને તેવી શુભકામના પાઠવી હતી.
પ.પૂં.સંગીતાબાઈ મ.સા.એ જણાવ્યું હતું કે, જૈન ધર્મના શ્રાવ અને શ્રાવિકાઓનું છેલ્લું લક્ષ દિક્ષાનું હોવું જાેઈએ અને દિક્ષા પ્રાપ્તી એ જ જૈન શ્રાવક અને શ્રાવિકાઓનું સ્વપ્ન હોવું જાેઈએ.
દિક્ષાર્થી મુમુક્ષ ઝવેરબેન વોરાએ જણાવ્યું હતું કે, મને વરસોથી સંયમ માર્ગે જવાની ઈચ્છા હતી જે અત્યારે સાર્થક થઈ રહી છે અને મારૂં બાકીનું જીવન પ્રભુ ભક્તિમાં વ્યતિત કરીશ.મારી દિક્ષા શાંત સ્વભાવી પ.પૂં. તારામતીબાઈ મહાસતીજી પાસે આગામી તા. ૧૮-પને મંગળવારે મુંદરા તાલુકાના નવીનાળ મુકામે રાખવામાં આવી છે. મુમુક્ષ ભાવીનીબેને જણાવ્યું કે, મારી દિક્ષા કચ્છ આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાયના .પૂં.આ.ગું. પૂનમચંદ્રજી મ.સા. તથા સમતાધારી પ.પૂં. નિરંજનાબાઈ મ.સાના સુશિષ્યિા શાંત સ્વભાવી પ.પૂં. ઉષાબાઈ મ.સા. આદિ ઠાણા પાસે આગામી તા. ર૩-૬ને બુધવારે મુંદરા તાલુકાના લાખાપર મુકામે રાખવામાં આવી છે. દિક્ષા એ મોક્ષ પ્રાપ્તીનું મહોત્સવ છે તેમ જણાવ્યું હુતં. પ.પૂં. અંજનાબાઈ મ.સા., પ.પૂં. રમ્યતાબાઈ મ.સા. આર્શીવાદ પાઠવ્યા હતા.
બંને દિક્ષાર્થી મુમુક્ષ બહેનોનું તિલક કરી, શાલ ઓઢાડી અને મોમેન્ટો અને ચાંદીનું શ્રીફળ આપી સંસ્થાના અધ્યક્ષ અને ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન મહાસંઘના પ્રમુખ તરીકે નિમણુંક થવા બદલ વિનોદભાઈ મહેતાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભુજ ક.વી.ઓ. સંઘ સંસ્થાના ટ્રસ્ટી લ્હેરીભાઈ છેડા, ગીરીશભાઈ છેડા, હરેશભાઈ ગોગરી, કેશવજીભાઈ હરીયા, મુકેશભાઈ છેડા, કિરણભાઈ કક્કા, વિનોદભાઈ ગાલા, આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ટ્રસ્ટી ભદ્રેશભાઈ મહેતા, અભયભાઈ શાહ, રાજેશભાઈ વોરા, સમીરભાઈ શાહ, ધર્મેશભાઈ ઝોટા, મહિલા મંડળના હિનાબેન મહેતા, ખીલતીબેન વોરા, મનિષભાઈ વોરા, નિલેશભાઈ વોરા અને મહિલા મંડળની બહેનો વિગેરે હાજર રહ્યા હતા. સંચાલન તથા આભારવિધિ વિનોદભાઈ કોરાડીયાએ કરી હતી.