ભુજ : શહેરના ખાવડા માર્ગે આવેલા મહિલા કેન્દ્રની બાજુમાં ગીતા કોટેઝ શિવમ પાર્કમાં રહેતા ત્રણ શખ્સોએ માતા – પુત્ર ઉપર લાકડીઓથી હુમલો કરી ઘરમાં તોડફોડ કર્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મારામારીનો બનાવ ગત રાત્રીના સાડા દસ વાગ્યે બનવા પામ્યો હતો. મનોજકુમાર બાબુલાલ બેરવા (ઉ.વ. ૩૦)ના ભાઈ સાથે ચાર દિવસ પહેલા બોલાચાલી થયેલ તેનું મનદુઃખ રાખી ફળિયામાં રહેતા ટોની, અજય અને રોબટ ત્રણેય જણા મનોજના ઘરે આવી ગાળો આપી મનોજ તથા તેની મમ્મી સંધ્યાબેન બાબુલાલ બેરવા (ઉ.વ. ૬પ)ને લાકડીઓ વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી અને ઘરમાં રહેલા સામાનમાં તોડફોડ કરી નુકસાન પહોચાડી નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત બંને માતા- પુત્ર સારવાર માટે ભુજ જી.કે.માં દાખલ કરાતા બી ડિવિઝન પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here