ભુજમાં બેંકના વધુ કર્મચારીઓ ચડયા કોરોનાની ઝપટે

ભુજ : શહેરમાં વધતા સંક્રમણ વચ્ચે હોસ્પિટલ રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં કોરોનાનો પગપેસારો થયો છે. જેમાં બેંકમાં ફરજ બજાવતા ૧૦થી વધુ કર્મચારીઓ કોરોના સંક્રમીત થતાં બેંકની કામગીરી ખોરવાઈ જવા પામી છે. અગાઉ પણ ભુજમાં બેંકોના સ્ટાફ સંક્રમીત થવાથી ખાતેદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.