ભુજ : શહેરના આત્મારામ સર્કલ નજીક દારૂ પીધેલ હાલતમાં વાહન ચલાવતા શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આત્મારામ સર્કલ નજીક આરોપી સંજય મોહનભાઈ દેવીપૂજક (ઉ.વ.ર૧) (રહે. ભીડનાકા-ભુજ) કેફીપીણું પીધેલ હાલતમાં પોતના કબ્જાની સુઝુકી એક્ષેસ કંપનીનું એકટીવા રજી. નંબર જીજે. ૧ર. ઈજી. ૬૮પ૩વાળું લાયસન્સ વગર ચલાવતા પોલીસે તેને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.