ભુજમાં કપડાની ચોરી કરનાર દંપત્તિની ધરપકડ

ભુજ : શહેરમાં કપડાની દુકાનમાંથી થયેલી ચોરીનો ભુજ શહેર એ ડિવિઝન પોલીસે ભેદ ઉકેલીને સર્વામંડપ પાછળ રહેતા દંપત્તિની ધરપકડ કરી હતી. તેમજ એક કિશોર પણ કાયદાના સંઘર્ષમાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ન્યૂ સ્ટશન રોડ પર કપડાની દુકાનમાંથી થયેલી ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સર્વેલન્સ સ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના માધ્યમથી આ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. એએસઆઈ કિશોરસિંહ જાડેજાને મળેલી બાતમી હકીકતને આધારે સર્વામંડપ પાછળ શક્તિ હોટલ પાસે રહેતા કેસુ ઉર્ફે કેસીયો ગોવિંદભાઈ દેવીપુજક અને તેની પત્નિ નર્મદા દેવીપુજકની ધરપકડ કરવામાં આવી હતી. તો એક કિશોર પણ કાયદાના સંઘર્ષમાં આવ્યો હતો. પોલીસે આરોપીઓના કબ્જામાંથી ચોરાઉ કપડા અને ચોરી માટે ઉપયોગમાં લીધેલ જીજે 12 એએપ 9391 નંબરની ઈન્ટરનો વાહન કબ્જે કર્યું હતું.