ભુજની મુસ્લિમ એજ્યુ. હાઈસ્કૂલમાં કોવિડ કેર સેન્ટરનો આરંભ

કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલ દ્વારા કરાયું સંચાલનઃ ઓક્સિજન સિલિન્ડર સાથે રપ બેડની કોવિડ હોસ્પિટલ કરાઈ કાર્યરત : દરરોજ સવારે ૧૦થી સાંજે ૬ વાગ્યા સુધી મેડિકલ ઓપીડીનો દર્દીઓને અપાશે લાભ : તમામ સેવાઓ નિઃશુલ્ક મળશે

ભુજ : કચ્છમાં હાલ કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે સરકાર અને તંત્રની સાથે જુદા જુદા સ્વૈચ્છિક સંગઠનો, સમાજાે દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભુજમાં કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલ સંચાલિત મેડિકલ કેમ્પ અને કોવિડ કેર સેન્ટર લોકો માટે ખુલ્લું મુકાયું છે. આ સેન્ટરમાં દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. આ અંગેની વિગતો મુજબ ભુજમાં આવેલી મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલમાં આ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. કોરોનાની બીજીલહેરમાં લોકોને હોસ્પિટલમાં પથારી મેળવવા ઘણી રઝળ પાટ કરવી પડી, આરોગ્ય સેવા મોંઘીદાટ બનતા સામાન્ય લોકો માટે સારી આરોગ્ય સેવા મેળવવી દુષ્કર બન્યું હતું, ત્યારે સમાજના આગેવાને માનવ સેવા માટે વિચાર આવ્યો જેથી સૌ આગેવાનોએ ભેગા થઈ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. કોવિડ કેર સેન્ટર માટે રૂપિયા રપ લાખનો અનુદાન આપ્યું હતું. જે બાદ સૌ દાતાઓએ સહકાર આપ્યો હતો. જેના પરિણામે હોસ્પિટલ શરૂ કરાઈ છે.  હાજી યુસુફ ખત્રીએ કહ્યું કે, સૌ દાતાઓના સહકારથી કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલ કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે, જેમાં રપ બેડની ઓક્સિજન સીલીન્ડર સાથેની સેવાઓ શરૂ કરાઈ છે. ઉપરાંંત જયાં સુધી કોરોના મહામારી નાબૂદ ન થાય ત્યાં સુધી દરરોજ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મેડિકલ ઓપીડી કાર્યરત રહેશે. આ તમામ સેવાઓ નિઃશુલ્ક અપાશે. દરરોજ એમડી ડોકટર વિઝિટ આપશે. જયારે બે સીફટમાં આખો દિવસ ડોકટર તૈનાત રહેશે.

કાયમી હોસ્પિટલ શરૂ કરવા રપ કરોડના પ્રોજેકટ સામે ૧ કરોડ એક્ત્ર થયા

મુફતિ-એ કચ્છ પરિવાર દ્વારા રૂપિયા ર લાખનું અનુદાન અપાયું : હેમલ માણેક સહિત અન્ય સમાજાે પણ યોગદાન માટે આવ્યા આગળ

ભુજ : કોરોના મહામારી વચ્ચે મુસ્લિમ સમાજના આગેવાનોએ કાયમી હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલ શરૂ કરવા રૂપિયા રપ કરોડનો પ્રોજેકટ નક્કી કરાયો છે. જેમાં સૌ દાતાઓ સહભાગી બની રહ્યા છે. અત્યાર સુધીમાં એક કરોડ એક્ત્ર થઈ ગયા છે. હજુ પણ દાનની સરવાણી યથાવત છે. મુફતિ-એ કચ્છ પરિવાર દ્વારા રૂપિયા ર લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. જયારે અન્ય આગેવાનોમાં આદમ ચાકી, ઈબ્રાહીમ ઈશાક મંધરા, હાજી હુસેન હાજીમામદ મંધરા, હાજી અહેમદ ઈસ્માઈલ, અલ્તાફ હાજી સરીફ ખત્રી, હાજી સિધિક હાજી સુલેમાન ત્રાયા, ખત્રી હાજી ઈબ્રાહીમ, સોઢા હાજી સુલતાન, સોનારા ઈશાક હાજી મહમદ, મેમણ હાજી ઈસ્માઈલ ઈશાક, અખિલ વાગડ મુસ્લિમ કચ્છી ખત્રી જમાત, મિન્હાઝ વિમન લીંગ નલિયા, હાજી આદમ હુશેન પડેયાર, રાયશી જુમ્મા ગુલામ, હાજી આમદ ઈબ્રાહીમ સુમરા, રસીદ આમદ સમા, ચાકી હાજી નૂરમહમદ ઈબ્રાહીમ, ઉમર શેરમામદ સમા, ખત્રી હાજી ઈસ્માઈલ મહમદ, હાજી અલાના હાજી હસન સમા, ગની હાજી જુસબ સમા, જત ઈશાક જુમ્મા, જત હનીફ સાલેમામદ, હાલેપોત્રા સાલેમામદ ફકીરમામદ, મુતવા ઈશા મેરણ, રાયશીપોત્રા ફકીરમામદ ઈસ્માઈલ, રાયશીપોત્રા મુસા હાજી જુમ્મા, હાજી અબ્દુલ્લા દાઉદ મેમણ, લતીફ ગગડા સહિતના દાતાઓ સહયોગી રહ્યા હતા, તો અન્ય સમાજાેમાંથી હેમલભાઈ માણેકે દાન આપીને અન્ય સમાજને પ્રેરણા આપી હતી.