ભુજની પરિણીતાને દહેજ બાબતે ત્રાસ અપાતા ફરિયાદ

ગાંધીધામ : ભુજના પ્રમુખસ્વામીનગરમાં આવેલી ચંગલેશ્વર સોસાયટીમાં પરિણીતાને ત્રાસ અપાતા પતિ અને સાસુ – સસરા વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. ભચાઉના કકરવામાં માતૃગૃહેથી પરિણીતાએ આદિપુર મહિલા પોલીસમાં ગુનો નોંધાવતા તપાસ હાથ ધરાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ શીતલબેન નવિનભાઈ ચાવડા (કોલી)એ તેના પતિ નવિન માધવસિંહ ચાવડા, સાસુ સવિતાબેન અને સસરા માધવસિંહ જગાભાઈ ચાવડા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે લગ્ન જીવન દરમ્યાન અવારનવાર ફરિયાદીના પતિ દ્વારા દહેજ બાબતે મારકુટ કરીને શારીરિક – માનસિક ત્રાસ અપાતો હતો. પરિણીતાના જણાવ્યા પ્રમાણે તેના સાસુ – સસરા દ્વારા તેના પતિની ચઢામણી કરવામાં આવતી હતી. બનાવને પગલે આદિપુર મહિલા પોલીસ મથકે દહેજ ધારા સહિતની વિવિધ કલમો તળે ગુનો નોધાતા પીઆઈ કે. પી. સાગઠીયા દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.