ભુજની પરિણિતાને દહેજ બાબતે ત્રાસ અપાતા ફરિયાદ

ભુજ : શહેરના હિના પાર્ક -૩માં રહેતી પરિણિતાએ માતૃગૃહેથી તેના પતિ, સાસુ- સસરા અને નણંદ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. સાસરિયાઓ દ્વારા દહેજ બાબતે ત્રાસ અપાતા ભુજ મહિલા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કુુંભારવાળા તાબુસ પાસે સુરીયા ડેલીમાં રહેતી રૂકસાર અબ્દુલ કરીમ કાસમ સુરૈયા (ઉ.વ. રપ) નામની પરિણિતાએ તેના પતિ મોહમદશાયદ ઉર્ફે મોશીન જુસબ દેવાણી, જુસબ અલીમામદ દેવાણી, મુમતાઝ જુશબ દેવાણી અને નાજમીન જુશબ દેવાણી (રહે. તમામ હિના પાર્ક -૩ સુરલભીટ રોડ -ભુજ) વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીને તુ માવિત્રેથી દહેજ કાંઈ લાવી નથી તેવું કહીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. ફરિયાદીના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને મારકુટ કરીને ઘરમાંથી બહાર કાઢી નાખવામાં આવી હતી. ત્યારે મહિલાએ માતૃગૃહેથી તેના પતિ સહિતના સાસરિયાઓ વિરૂધ્ધ ભુજ મહિલા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. જેને પગલે હેડ કોન્સ્ટેબલ ચંન્દ્રકાંત બી. રોહિતે આગળની તપાસ હાથ ધરી છે.