ભુજના 2018ના હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા

0
258

ભુજ સેશન્સ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો

ભુજ : શહેરના કેમ્પ વિસ્તારના 2018માં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ભુજ સેશન્સ કોર્ટે એક આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. તો અન્ય ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકાયા છે. આ કેસની વધુ વિગતો મુજબ વર્ષ 2018માં બેટરી ચોરીના બાબતે મનદુખ રાખીને કેમ્પ વિસ્તારમાં આવેલી માંજોઠી મસ્જિદ પાસે ગફાર રહેમતુલ્લા થેબાની આરોપી સિકંદર અનવર લાખા, ભચુ રમજુ લાખા, રસીદ ભચુ લાખા અને હમીદ ભચુ લાખાએ હત્યા કરી હતી. આ ઘટના બાદ ભુજ શહેર બી ડિવિઝન પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. સાડા ત્રણ વર્ષ બાદ આ કેસમાં ભુજ સેશન્સ કોર્ટ 20 સાક્ષીઓ, 34 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્રસિંહ રાણાએ આરોપી સિકંદર લાખાને આજીવન કેદ તથા 20 હજારનો દંડ, 3 માસની સજા, 1 હજારનો દંડ, જો દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યા છે. આ કેસમાં અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશભાઈ મહેશ્વરીએ હાજર રહી દલીલો કરી છે.