ભુજના હોસ્પિટલ રોડ પર રહેણાંક મકાનમાં આગ

ભુજ શહેરના હોસ્પિટલ રોડ પર આવેલ આદર્શ સોસાયટીમાં મકાન નંબર બેમાં આગનો બનાવ બન્યો હતો. આ મકાનમાં રહેતા દિનેશ સ્વરૂપચંદ મહેતાના મકાનના ઉપરના માળે આગ લાગી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગને પગલે તાત્કાલિક ભુજ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાઈ હતી. બનાવને પગલે ભુજ ફાયર ફાઈટરે તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ બુજાવવાની કામગીરીમાં ભુજ ફાયર બ્રિગેડના સચિન પરમાર, સુનિલ મકવાણા, મહેશ ગોસ્વામી, જય ભાટ્ટી, પ્રદિપ ચાવડા સહિતના જાેડાયા હતા.