ભુજના હોસ્પિટલ રોડ નજીકથી બાઈકની ચોરી

ભુજ : શહેરના હોસ્પિટલ રોડ નજીક ભુજ ઈંગ્લિશ સ્કૂલની સામે પાર્ક કરાયેલી બાઈકની ચોરી થતા ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ જયુરભાઈ રસીકલાલ વોરા (ઉ.વ. ર૮)એ ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. તેમણે પોતાનું જીજે-૧ર-બીએલ-ર૬પ૬ નંબરનું બાઈક હોસ્પિટલ રોડ પર ભુજ ઈંગ્લિશ સ્કૂલ પાસે પાર્ક કર્યું હતું જે કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયા હતા. બનાવને પગલે પોલીસ તપાસ હાથ ધરી છે.