વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ ભુજના સહયોગથી જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા 16થી 26 માર્ચ સુધી કેન્દ્રમાં અપાશે કોવિડની રસી : 60 વર્ષથી ઉપરના સિનિયર સિટિઝન તેમજ 45થી 59 વર્ષના ગંભીર બીમારીવાળા લોકોને રસી અપાવવા ઈજન

ભુજ : કોરોના મહામારી સામેની જંગમાં દેશભરમાં રસીકરણ ચાલી રહ્યુ છે. કચ્છમાં પણ તબક્કાવાર રસીકરણ કરાઈ રહ્યુ છે. તેવામાં ભુજના છઠ્ઠીબારી વિસ્તારમાં હાટકેશ કોપ્લેક્ષ ખાતે રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે, જેનો આવતીકાલથી પ્રારંભ કરાશે. આ કેન્દ્ર ખાતે તમામ જ્ઞતિના લોકોને રસી લેવા ઈજન કરાયુ છે. આ અંગે રસીકરણ કેન્દ્રની પૂરક માહિતી પૂરી પાડવા માટે આરોગ્ય તંત્ર અને જ્ઞાતિ મંડળ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં ઉભી કરાયેલી સુવિધાઓ અને કઈ રીતે આયોજન હાત ધરાશે તેની વિગતો અપાઈ હતી. જિલ્લા આરોગ્ય તંત્રના ભુજમાં આવેલા શહેરી આરોગ્ય કેન્દ્ર -1 અને વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ ભુજ તેમજ વડનગરા નાગર મંડળના સહયોગથી 16મી માર્ચથી 26 માર્ચ સુધી આ કેન્દ્ર કાર્યરત રહેશે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.ઓ માઢકે જણાવ્યુ હતુ કે, છઠ્ઠીબારી વિસ્તારમાં હાટકેશ કોપ્લેક્ષ ખાતે વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ ભુજના સહયોગથી આ રસીકરણ કેન્દ્ર શરૂ કરાયુ છે. જેમા સવારે 8થી રાત્રિના 10 વાગ્યા સુધી બે સિફ્ટમાં રસી આપવામાં આવશે. આ કેન્દ્ર ખાતે 60 વર્ષથી ઉપરના સિનિયર સિટિઝન તેમજ 45થી 59 વર્ષના ગંભીર બીમારીથી પીડિત લોકો અચૂક પણે રસી અપાવે તેવુ ડો.માઢકે જણાવ્યુ હતુ. વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ ભુજના પ્રમુખ અતુલભાઈ મહેતાએ જણાવ્યુ હતુ કે, આરોગ્ય વિભાગે આ સ્થળની પસંદગી કરી છે, ત્યારે સમાજ દ્વારા તમામ વ્યવસ્થાઓ સાથે સંકુલ રસીકરણ કેન્દ્ર માટે અપાયુ છે. ત્યારે ભુજમાં વસતા તમામ જ્ઞાતિજનો આ કેન્દ્ર ખાતે કોવિડ-19ની રસી મૂકાવે. રસી લેવાથી કોઈ જ આડ અસર નથી. અને કોરોના મહામારીને નાથવા માટે સૌ આગળ આવે તેવુ તેમણે ઉમેર્યુ હતુ. તો નગરસેવક જગત વ્યાસે કહ્યુ હતુ કે, સરકાર દ્વારા કોરોના રસીકરણની જે ઝુંબેશ હાત ધરાઈ છે. તેમા વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ ભુજ દ્વારા જે સહયોગ અપાયો છે, તે બદલ જ્ઞાતિ મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. અને અહીના રસીકરણ કેન્દ્રમાં તમામ પ્રકારની સુવિધા ઉભી કરાઈ છે, ત્યારે લોકો અહીથી રસી મૂકાવીને પોતાના સ્વસ્થ્ય અંગે સુરક્ષિત થાય તેવી અપીલ તેમણે કરી હતી.