ભુજના વાલદાસનગરમાંથી લાખેણા બુલેટની ચોરી

0
15

ભુજ : શહેરના વાલદાસનગરમાં શેરી નં.૧૧માં ઘરની બહાર પાર્ક કરાયેલા લાખેણા બુલેટની ચોરી કરાતા ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ દિગ્વિજયસિંહ પરાક્રમસિંહ ઝાલા (ઉ.વ.૩૦) (રહે. વાલદાસનગર, શેરી નં.૧૧, મેઈન રોડ, ભુજ)એ બુલેટ ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. જીજે. ૧ર. ડીજે. પર૮૭ નંબરનું બુલેટ કિં.રૂા.૧,૦૦,૦૦૦ વાળુ ઘરની બહાર શેરીમાં પાર્ક કરાયેલું હતું. જે કોઈ અજાણ્યા ઈશમો ચોરી ગયા હતા. બનાવને પગલે ભુજ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધતા રામભાઈ ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે