ભુજના વાણિયાવાડમાં બોલ્ટ-બેરીંગની દુકાનના તાળા તોડીને તસ્કરી

વાવાઝોડાના કહેર અને લોકડાઉન વચ્ચે તસ્કરોએ ઘટનાને આપ્યો અંજામ

ભુજ : શહેરના ધમધમતા વાણિયાવાડ વિસ્તારમાં રાત્રિ દરમિયાન તસ્કરો બોલ્ટ-બેરીંગની દુકાનના તાળા તોડીને તસ્કરી કરી હતી. બનાવને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે નિરીક્ષણ કરીને તપાસ હાથ ધરી છે. ભુજના વાણિયાવાડમાં બોલ્ટ બેરીંગની દુકાન ધરાવતા વિશાલ દીપક મહેશ્વરીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાનમાં બેસતા કનૈયાલાલ ભાનુશાલી આજે સવારે દુકાનમાં આવતા તાળા તુટેલા જોવા મળ્યા હતા. ત્યારે તેમણે માલિકને જાણ કરી હતી. તેમજ વાણીયાવાડ વેપારી એસો.ના ઉપપ્રમુખ અનવર નોડેને જાણ કરાતા તેઓ પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે દુકાનમાંથી અંદાજે ૩૦૦૦ જેટલી રોકડ રકમ અને ૧૮૦૦થી ર૦૦૦ના માલની ચોરી કરાઈ હતી. હાલ કોરોનાને કારણે આંશિક લોકડાઉન સહિતના નિયંત્રણો અમલી છે ત્યારે વેપારીઓને ચોરી ચપાટીની જે ચિંતાઓ સતાવે છે તેવા બનાવો બની રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા ચૂસ્ત પેટ્રોલિંગ કરાય તેવી માંગ અનવર નોડે દ્વારા કરાઈ હતી.