ભુજના રઘુવંશી ચોકડી પર પેટ્રોલ છાંટવાના પ્રકરણમાં પ્રતિ ફરિયાદ

ભુજ : ભુજના રાવલવાડી રઘુવંશી ચોકડી પર પેટ્રોલ ઉધાર માંગવાની બાબતે વેપારી અને ગ્રાહક વચ્ચે પેટ્રોલથી સળગાવી દેવાના કેસમાં ગ્રાહકે વેપારી સામે પ્રતિ ફરિયાદ કરી છે. પરેશ દામજી પરમારે પ્રતિ ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે, ઘનશ્યામ નામના શખ્સ પાસે બીડી લેવા ગયો હતો ત્યારે પ્રેમસગનના મનદુઃખના કારણે લોહાણા સમાજને નીચો દેખાડ્યો છે એવું કઈ ફરિયાદીને જાતિ અપમાનીત કરવામાં આવ્યો હતો. બાદમાં વડો ઠક્કર તથા વેપારી ઘનશ્યામ કરશન ઠક્કરે પરેશ પર પેટ્રોલ રેડી ઘનશ્યામે દીવાસળી ચાંપીને ફેકી હતી. જેના કારણે પરેશ દાઝી જતા ૧૦૮ મારફતે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો. વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. ભુજ બી ડિવિઝન પોલીસે નિવેદન લઈ વેપારી ઘનશ્યામ ઠક્કર વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.