ભુજ : શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન- પ્રતિદિન વકરતી જઈ રહી હોઈ રાહદારીઓ અને વાહન ચાલકોની મુશ્કેલી વધતી જઈ રહી છે. ટ્રાફિકથી સતત ધમધમતા ત્રિકોણ બાગ પાસે પુનઃ રેકડી ધારકોને હટાવાયા હતા.

ભુજ શહેરના જૂના બસ સ્ટેશન વિસ્તાર, વાણિયાવાઢ પેટ્રોલપંપ પાસેના માર્ગ પર રેકડીધારકો કબજો જમાવી લેતા હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સતત સર્જાતા રહેતા હોય છે.

ખુદ પશ્ચિમ કચ્છ પોલીસવડા પણ આ વિસ્તારમાં ટ્રાફિક જામમાં અગાઉ ફસાયા હતા, જે બાદ તેમણે ટ્રાફિક પોલીસને કરેલા આદેશ બાદ સમગ્ર માર્ગને હંગામી દબાણકારોથી મુક્ત કરાવાયો હતો. પુનઃ આ માર્ગ પર રેકડી ધારકોએ કબજો જમાવી લીધો હોવાથી આજે એ ડિવિઝન પોલીસ મથક તેમજ ટ્રાફિક પોલીસ ત્રિકોણ બાગ પાસે રેકડી ધારકોને હટાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here