ભીમાસર પાસે કતલખાને લઈ જવાતા ૭૮ ઘેટા બકરા મુક્ત કરાયા

0
26

ત્રણ ઈસમોની ધરપકડ : ડ્રાઈવર ભાગી ગયો

રાપર : તાલુકાના ભીમાસર નજીક આવેલા હમીરપર ત્રણ રસ્તા પાસેથી ગ્રામજનોએ કતલખાને લઈ જવાતા ૭૮ ઘેટા બકરાઓને મુક્ત કરાવ્યા હતા. આ સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. સાથે ડ્રાઈવર ભાગી ગયો છે.

આડેસર પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે ભીમાસર – હમીરપર ત્રણ રસ્તા પાસે ગ્રામજનોએ પીકઅપ ડાલુ વાહનને રોકાવીને તેમાં તલાસી લેતાં ૭૮ જેટલા ઘેટા બકરાઓ ત્રાસ દાયક હાલતમાં મળી આવ્યા હતા. ગ્રામજનોએ આ ઘેટા બકરાઓને મુક્ત કરાવ્યા હતા. આ અબોલ જીવોને કતલ કરવાના ઈરાદે લઈ જવાતા હોવાનું જણાઈ આવતા ગાડીમાં સવાર ત્રણ ઈસમો તાયરહુશેન મહંમદહુશેન સોલંકી (ડીસા), વસીમ હબીબ પાટાડિયા (ડીસા) અને જુમાભાઈ હમીરભાઈ મન્સુરી (ડીસા) વાળાનો કબ્જો આડેસર પોલીસને સોપાયો છે. જયારે અકરમ ઈકબાલ નામનો ડ્રાઈવર ભાગી જતાં ગુનો દાખલ કરાયો છે.