ભારાપરમાં સામાન્ય બાબતે મારામારી

ભુજ : તાલુકાના ભારાપર ગામે સામાન્ય બાબતે મારામારી થઈ હતી. ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં હુશેન ઈબ્રાહિમ સંગાર (ઉ.વ. ૪૦) (રહે. ભારાપર)એ આપેલી કેફીયત મુજબ મોટર સાયકલની લાઈટ આરોપી મામદના પુત્રના ચહેરા પર પડતા ઉશ્કેરાયેલા આરોપી તથા તેના પુત્રએ માર મારીને ઈજાઓ પહોંચાડતા વધુ સારવાર માટે તેને જી.કે. જનરલ ખસેડાયો હતો.