ભારતીય શેરબજારમાં ફંડોની અવિરત લેવાલી બાદ ઉછાળે નફારૂપી વેચવાલી!!!

મુંબઈ,તા.૧૯ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મ્જીઈ સેન્સેક્સ આગલા બંધ ૫૦૧૯૩.૩૩ સામે ૫૦૦૮૮.૮૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૯૮૩૧.૪૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોપ દિવસ દરમ્યાન સરેરાશ ૪૪૭.૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૦.૬૯ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૯૦૨.૬૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૧૪૪.૮૫ સામે ૧૫૦૮૧.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૦૩૫.૨૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોપ સરેરાશ ૧૨૨.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૬.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૦૪૮.૫૫ પોઈન્ટ બંધ થયેલ..!!! કોરોના સંક્રમણની અત્યંત ઘાતક પૂરવાર થઈ રહેલી બીજી લહેરમાં સંક્રમણ ધીમું પડયાના આશ્વાસન છતાં હજુ જોખમ યથાવત હોવાથી અને કોરોનાની સાથે અન્ય બીમારીનું જોખમ વધી રહ્યું હોઈ હેલ્થકેર ક્ષેત્રે એક તરફ વિદેશી મદદ અનિવાર્ય બની જતાં અને આર્થિક મોરચે દેશની હાલત કફોડી થવાના સ્પષ્ટ સંકેતો વચ્ચે આજે ફંડોએ સપ્તાહના ત્રીજા દિવસે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી બતાવી હતી. આ સાથે કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૧ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં એકંદર પરિણામો સારા આવી રહ્યા છતાં જૂન ૨૦૨૧ના પરિણામોની નબળી અપેક્ષાએ પણ ફંડોએ આજે સાવચેતીમાં તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરતાં ભારતીય શેરબજારમાં સળંગ ત્રણ દિવસની તેજીને બ્રેક લાગી શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં નરમાઈ જોવાઈ હતી. દેશમાં ઐતિહાસિક સર્જાયેલી કોરોના સંક્રમણને લઈ કટોકટીની પરિસ્થિતિમાં સંપૂર્ણ તંત્ર પડી ભાંગ્યા જેવી સર્જાયેલી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુદ્વના ધોરણે પગલાં છતાં આ વિકટ પરિસ્થિતિમાં દેશનું અર્થતંત્ર પડી ભાંગવાના સર્જાયેલા ફફડાટ વચ્ચે આજે ફંડોએ ઈન્ડેક્સ બેઝડ તેજીનો વેપાર હળવો કરવાનું પસંદ કર્યું હતું. આર્થિક મોરચે આગામી દિવસોમાં મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં મોટી પીછેહઠ જોવાશે એવા સંકેત વચ્ચે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એફએમસીજી, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, ટેલિકોમ, ઓટો, બેન્કેક્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એનર્જી, હેલ્થકેર, યુટિલિટીઝ, કેપિટ ગુડ્‌સ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૬૪ અને વધનારની સંખ્યા ૧૭૯૪ રહી હતી, ૧૭૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૫૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૩૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. બજારની ભાવિ દિશાપ. મિત્રો, કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેરમાંથી ભારત બહાર આવવા મથી રહ્યું છે, ત્યારે આ સંકટ લાંબો સમય ચાલવાના અને દેશના વિવિધ ભાગોમાં લોકડાઉન – કર્ફયુની સ્થિતિ પણ લાંબો સમય ચાલુ રહેવાની બતાવાતી શકયતાએ દેશ માટે આર્થિક સંકટ આગામી દિવસોમાં વધુ વિકટ બનવાની પૂરી શકયતા દેખાઈ રહી છે. આ આર્થિક સંકટને લઈ ભારતીય શેરબજારોમાં ગત સપ્તાહમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ શેરોમાં મોટાપાયે વેચવાલી શરૂ કરી છે. કોરોના સંકટ સાથે કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામો પણ અપેક્ષાથી સારા નહીં આવતાં ફંડોએ સાવચેતીમાં શેરોમાં ઉછાળે તેજીનો વેપાર હળવો કરવાનું પસંદ કર્યું હતું. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં હવે આગામી દિવસોમાં ૨૧,મે ૨૦૨૧ના રોજ હિન્દાલ્કો, શ્રી સિમેન્ટના જાહેર થનારા પરિણામો પર ભારતીય શેરબજારની નજર રહેશે. વૈશ્વિક મોરચે એક તરફ અમેરિકા સહિત યુરોપના દેશો કોરોના સંકટમાંથી બહાર આવવા લાગ્યા છે, પરંતુ ફુગાવા-મોંઘવારીના વધતાં જોખમે અને સ્ટીમ્યુલસ પર બ્રેક લાગવાના અને રોજગારીમાં વૃદ્વિ મંદ પડયાના સંકેતો વચ્ચે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે યુદ્વ જેવી પરિસ્થિતિ અને હવે ફરી કોરોના મામલે ચાઈનાને ઘેરવાની થઈ રહેલી કવાયત-વાતોને લઈ સ્થિતિ સ્ફોટક બનવાના સજોગોમાં આગામી દિવસોમાં શેરોમાં ઘટાડાની શકયતાને નકારી ન શકાય. જેથી આગામી દિવસોમાં ઉછાળે સાવચેતી ખૂબ જ જરૂરી બની રહેશે.