ન્યુ દિલ્હી : આઈપીએલ સીઝન ૧૨ના સ્ટાર પ્લેયર રિષભ પંત માટે મોટા સમાચાર છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે ટીમ ઈન્ડિયાને ૩૦ મેથી ઈંગ્લેન્ડના વેલ્સમાં શરૂ થનારા વનડે વર્લ્ડ કપમાં રિષભ પંતની ખોટ વર્તાશે. આપને જણાવી દઈએ કે સિલેક્ટર્સે પંતને વર્લ્ડ કપ ટીમમાં સામે નથી કરવામાં આવ્યો.

પંતે જોકે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૨મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમતા જોરદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમને ૬ સીઝન બાદ પ્લેઓફમાં સ્થાન મેળવવામાં મદદ કરી હતી. ગાંગુલી આ સીઝન દિલ્હીન ટીમના સલાહકાર હતા.

ગાંગુલીએ કહ્યું કે, ભારતને વર્લ્ડ કપમાં પંતની ખોટ વર્તાશે. ગાંગુલીને જ્યારે પૂછવામાં આવ્યું કે પંતને ઈજાગ્રસ્ત કેદાર જાધવના સ્થાને ટીમમાં સામેલ કરવો જોઈએ? તેની પર ગાંગુલએ કહ્યું કે, તમે આ રીતે ન કહી શકો. મને આશા છે કે કેદાર જલદી ફિટ થઈ જશે, તેમ છતાંય પંતની ખોટ વર્તાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here