ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરને હોસ્પિટલમાંથી અપાઈ રજા

(જી.એન.એસ)મુંબઈ,ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સચિનન કોરોના પોઝિટિવ થયાના થોડાક જ દિવસમાં હોસ્પિટલમાં દાખલ થયા હતા. જો કે, હવે તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્થયા છે. હવે સચિન ઘરમાં આઈસોલેશનમાં રહેશે. આ અંગેની જાણકારી તેમણે ખૂદ સો.મીડિયા પર આપી હતી. સચિને ટિ્‌વટ કરી કહ્યું, “હું હોસ્પિટલથી ઘરે આવ્યો છું, પરંતુ હાલમાં આઈસોલેશનમાં રહીશ અને કોરોના પ્રોટોકોલનું પાલન કરીશ. હું તે તમામ લોકોનો આભાર માનું છું કે જેમણે મારા માટે પ્રાર્થના કરી અને શુભેચ્છા પાઠવી. હું મેડિલ સ્ટાફને પણ આભાર માનું છું, તેઓએ મારી ખૂબ સારી સંભાળ રાખી.”સચિન તેંડુલકર ૨૭ માર્ચે કોરોના સંક્રમિત થયા હતા. ૨૭ માર્ચે સચિને ટ્‌વીટ કરીને લખ્યું હતું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હળવા લક્ષણો છે. ઘરના અન્ય સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું હોમ ક્વોરન્ટાઈન થયો છું અને ડોક્ટર્સ દ્વારા આપવામાં આવેલી સૂચનાનું પાલન કરી રહ્યો છું. મને મદદ કરનારા તમામ હેલ્થકેર પ્રોફેશનલ્સનો હું આભાર માનું છું. તમારી કાળજી રાખજો.સચિન તેંડુલકરની કેપ્ટનશિપમાં તાજેતરમાં ઇન્ડિયા લિજેન્ડ્‌સને વર્લ્ડ રોડ સેફ્ટી ટી ૨૦ સિરીઝનો ખિતાબ જીત્યો હતો. ૨૧ માર્ચે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ રમાઈ હતી. સચિને ફાઈનલ મેચમાં ૩૦ રન બનાવ્યા હતા. સચિન તેંડુલકર આ ટૂર્નામેન્ટમાં ત્રીજી સૌથી વધુ રન બનાવનાર હતો. તેણે સાત મેચમાં ત્રણ અડધી સદીની મદદથી ૨૩૩ રન બનાવ્યા હતા. આ સમય દરમિયાન, તેનો સ્ટ્રાઇક રેટ ૧૩૯ ની આસપાસ હતો.