મમતા-ટીએમસીના ઈશારે બંગાળમાં હિંંસા : ભાજપ અધ્યક્ષ શાહે પ્રેસ યોજી આપ્યું મોટું નિવેદન : પશ્ચિમ બંગાળમાં ભાજપને ર૩થી વધુ બેઠકો મળશે

 

કોલકત્તા : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમ્યાન કોલકત્તામાં થયેલ હિંસાને પગલે હવે રાજકારણ ગરમાઈ ગયુ છે અને આજરોજ અમિત શાહ દ્વારાપત્રકાર પરિષદ યોજી અને હિંસા પાછળ મમતા બેનરજી અને ટીએમસીનો હાથ હોવાનો આરોપ લગાવી દીધો છે.અમિત શાહે કહ્યુ કે, વોટબેંકની સસ્તી રાજનીતી કરી રહેલ ટીએમસી દ્વારા જ ષડયંત્ર રચીને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. અમિત શાહે આજ રોજ પ્રેસને સંબોધન કરતા કહ્યુ હતુ કે, આ ચૂંટણીમાં  અમિત શાહે ક્હયુ કે છઠ્ઠા ચરણના તબક્કા બાદ પૂર્ણ બહુમત ભાજપે હાંસલ કરી લીધું છે અને આગામ સાતમા તબક્કા બાદ ભાજપ ૩૦૦ બેઠકોનો આંકડો આગોતરો પાર કરી ગઈ છે અને મોદીના આગેવાનીમાં ફરીથી સરકાર બની રહી છે તેવો હુંકાર પણ તેઓએ કર્યો હતો.આજ રોજભાજપ કાર્યાલય ખાતેથી તેઓએ કહ્યુ કે, પ.બગાળમાં લોકશાહીનું હનન થાય છે. મમતા ઉમરમા ભલે મોટા હોય પણ અનુભવ મને વધુ છે. તેઓએ કહ્યુ કે, પશ્ચીમ બંગાળમાં પોલીસ અનેઈસી મુકપ્રેક્ષક બનીને બેઠા છે. અમે તો દરેક રાજયમાં ચુંટણી લડયા છીએ કયાંય હિંસા નથી થઈ તો પંબાળમાં જ કેમ થાય છે? ટીએમસીએ મારી સામે એફઆરઆઈ દાખલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here