ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ જુનાગઢમાં કરી અનોખી પહેલ : પક્ષાપક્ષી ભુલાઈ : કા.શ. કચ્છના સૌ ધારાસભ્યો પણ જુનાગઢવાળી કરી દેખાડત.!

જુનાગઢના સત્તાપક્ષ-વિપક્ષના ધારાસભ્ય-સાંસદ એક થઈને ઓકિસજન માટે ઘડયો માસ્ટર પ્લાન : પીએચસી-સીએચસી કક્ષાએ ગ્રાન્ટમાથી ઉભા કરાશે ઓકિસજન પ્લાન્ટ

ગાંધીધામ : કોરોનાની મહામારીમાં કેટલીક જગ્યાએ માનવતા વિસરાતી હોવાના ધિક્કારજનક કિસ્સાઓ સામે આવવા પામી રહ્યા છે તો વળી કેટલીક જગ્યાએ પ્રેરણાત્મક પહેલ થવા પામી રહી છે. દરમ્યાન જ આવી જ એક પહેલ જુનાગઢના ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ કરી દેખાડી છે. કોરોના મહામારી પક્ષ-સત્તા કે વિપક્ષ જાેઈને નથી આવતી, આ વાયરસ કોઈને પણ લાગુ પડી શકે છે તે વાત જુનાગઢના આ રાજકીય આગેવાનો બરાબરના સમજી ગયા હોય તેવી રીતે અનુકરણીય પહેલ અહી કરવામા આવી છે. પક્ષાપક્ષી તેઓ ભુલી ગયા અને ભાજપ તથા કોંગ્રેસના ધરાસભ્ય અને સાંસદ સહિતનાઓ એકમંચ પર આવ્યા અને કોરોનામાં મતવિસ્તારના લોકો-આમપ્રજાને માટે રાહતરૂપ માસ્ટર પ્લાન ઘડી દેખાડયો છે. કા.શ..કચ્છના સૌ ધારાસભ્યો પણ આ રીતે જુનાગઢવાળી કરી દેખાડત.! વાત સહેજ વિગતે કરીએ તો જુનાગઢ જિલ્લામાં ભાજપ-કોંગ્રેસના ધરાસભ્યો મહામારીમાં એક થયા છે. તેઓએ એકશન પ્લાન ઘડયો છે. ઓકિસજન પ્લાન્ટ માટે આ તમામે માસ્ટર પ્લાન ઘડી દેખાડયો છે.વાત છે જુનાગઢ, વિસાવદર, માંગરોટ, કેસોદ, સહિતની બેઠકના વિસ્તારમાં ૯ તાલુકામાં ૧૦ સીએચસી અને ૪૦ પીએચસી આવેલા છે. અહીના  ધરાસભ્યો હર્ષદ રીબડીયા, બાબુભાઈ વાજા અને જવાહર ચાવડા સહિતના સૌએ પીએસસીમા ઓકિસજનના પ્લાન્ટ નિર્માણ માટે દોઢ કરોડની ગ્રાન્ટ ફાળવી દીધી છે. દેવાભાઈએ ૧.૬૦ કરાડ, સાંસદ રાજેશ ચુડાસમાએ ૧ કરોડ ૪૦ લાખની ગ્રાન્ટ ફાળવી છે.  સીએચસીમાં પણ ધારાસભ્યની ગ્રાન્ટમાથી ઓકિસજન પ્લાન્ટ બનાવવામાં આવશે.  આમ થવાથી દર્દીઓને ઓકિસજન સરળતાથી મળતો થઈ શકશે.  પ્રાણવાયુની અછતને ટાળવાની દીશામાં આ વિસ્તારના સત્તાપક્ષ અને વિપક્ષી ધારાસભ્યો-સાંસદએ દાખવેલી એકતા અનુકરણીય જ કહી શકાય તેમ છે. આવી જ રીતે કચ્છના રાજકારણીઓ પણ બોધપાઠ લે અને ભાજપ કોગ્રેસના ધારસમભ્ય એક થઈ પોતાના વિસ્તાર માટે હોસ્પિટલ માટે માસ્ટર પ્લાન બનાવવો જાેઈએ.

 

હજુય મોડું નથી થયુ?ત્રીજી લહેર તો તોળાય જ છે..!

 

ગાંધીધામ : જુનાગઢના વિપક્ષ-સત્તાપક્ષના જનપ્રતિનિધિઓ દ્વારા બીજીલહેરને ધ્યાનમાં રાખીને જે પહેલ કરી દેખાડી છે તે અનુસરવામાં કદાચ કચ્છના રાજકારણીઓ ચુકી ગયા હોય તો હજુય પણ મોડુ તો થયુ નહી જ કહેવાય. કારણ કે નિષ્ણાતોની અગમચેતી અનુસાર હજુય ત્રીજી લહેર તોળાઈ જ રહી છે અને તે વધારે ખતરનાક જ રહેશે તેમ કહેવાઈ રહ્યુ છે. આવામાં કચ્છના ધારાસભ્ય-સાંસદશ્રી ખુદ આ રીતે વિચાર કરી અને જુનાગઢના રાજકારણીઓમાથી બોધપાઠ મેળવી પીએચસી-સીએચસી કક્ષાએ જ પ્રાણવાયુ ઓકિસજન માટેના પ્લાન્ટની વ્યવસ્થાઓ ખુદની ગ્રાન્ટમાથી કરાવે, ઉપરાંત જરૂરી સાધનો વસાવવા પણ કમર કસે તો તે પણ ઉપયોગી જ થશે.