• જાગો…અન્ય નગરસેવકો જાગો…: નહીં તો ઈજારો ભોગવવા રહો તૈયાર

સંગઠનમાં રહેલાને સત્તામાં લ્હાણી ? : વિધાનસભા ર૦રરમાં ૧પ૦નો લક્ષ્યાંક શું આ રીતે ટીમ પાટીલ કરશે હાંસલ ?

સંગઠનમાં હોદા ધરાવનારાઓને ટિકિટ જ ન મળવી જોઈએ, પરંતુ ટીકીટે મેળવી આવ્યા અને હવે સુધરાઈમાં હોદ્દાઓ પણ ફાળવાઈ દેવાયા..પાટીલયુગમાં બેધારી નીતી કે પછી શ્રીમાન પાટીલ આ ગોઠવણી બાબતે અંધારામાં? : જાણકારોનો સવાલ

સુધરાઈમાં ભાજપના ૪૭ કાઉન્સીલરો જીત્યા છે, છતાં સત્તાસ્થાને હોદાની લ્હાણી એક જ વોર્ડના ફાળે..આમા શું સમજવું ?

અગાઉ એક જ વોર્ડમાથી હોદા આપવામા આવેલ ત્યારે ર૦થી રર નગરસેકો જીતેલા હતા અને અત્યારે તો ૪૭-૪૭ કાઉન્સીલરો જીત્યા છે પછી પણ કેમ એક જ વોર્ડને સત્તાસ્થાને કરી દેવાઈ લ્હાણી..?

હાલમાં ગાંધીધામના બનેલા હોદેદારોએ પેજ સમિતી બનાવી છે ખરી?ન બનાવેલ હોવા છતા હોદાઓની લ્હાણી થઈ ગઈ..તો શું હવે ભાજપમાં પણ કોગ્રેસની પદ્વતિ પ્રમાણે આવુ જ ચાલ્યા કરશે..?

જૈનોને અન્યાય..અન્યાયની બૂમરાડ સતત આવે છે, ખરેખર અન્યાય થયો છે કોને ? ભાજપ કાર્યાલય જઈને ચકાસો તો બે બની બેઠેલા જૈનો ર૪ કલાક મળી જ જશે, આજની તારીખમાં કાર્યાલય પર આ બે બની બેઠેલ જૈનોનો કબ્જો જોવા મળી જ આવશે : સમાજ માંથી ચૂંટાયેલ સજ્જન માટે હોદા નથી માંગતા પણ આ બીન ચૂંટાયેલા બે બની બેઠેલાઓ ફક્કત ખુદ માટે કરી રહ્યા છે અધમ પછાળા : આ બન્નેને આપી દયો તો…જૈનોને અન્યાયની વાત આપોઆપ જ સમી જશે..અન્યાય જાણે કે, પુરો જ થઈ જશે.. : વગર ચુંટાયે સામ્રાજય ખડુ કરવાના જ ત્રાગા છે..! : જાણકારોનોઈ શારો

ભાજપના પ્રાથમિક સભ્ય પણ નથી, તેને રાતોરાત ટિકિટો તો અપાઈ જ ગઈ હવે, હોદો પણ સોપી દેવાયો..! સંગઠનમાં તો.., આ જ મહાનુભાવો, ટિકિટ તેમને,હવે સત્તાસ્થાને  આ જ મહાશયો ગોઠવાઈ ગયા, તો ભાજપમાં બીજુ કોઈ છે જ નહીં કે પછી બધુ વેંચાતુ મળી જાય છે..!

ગાંધીધામ : પ્રદેશ ભાજપની કમાન સી આર પાટીલને સોપવામાં આવી ત્યારથી લેવાયેલા કડક નિયમો અને તેની અમલવારથી સૌ કોઈને આશાવાદ જન્મયો હતો પરંતુ હવે જાણે કે પાટીલરાજમાં પણ બેધારી નીતી હોય તેવુ ફલિત થતુ હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. કચ્છના રાજકીય બેડામાં ચાલતી ચર્ચાઓ અનુસાર પાટીલ દ્વારા નિયમો ઘડાયા હતા જે અનુસાર સંગઠનમાં હોદા ધરાવતા, ત્રણ ટર્મ ચુટાયેલાઓ તથા ૬૦ વરસથી ઉપરનાઓને ટીકિટ નહી મળેનુ કહેવાયુ હતુ. પરંતુ ગાંધીધામ સુધરાઈમાં જ જાણે કે ભાજપમાં આ નીતીઓની ધોરીધરાર અવહેલના કરવામા આવી હોય તેમ સંગઠનમાં હોદા ધરાવનારાઓને ટિકીટ તો અપાઈ જ ગઈ હવે સત્તાસ્થાને હોદાઓની લ્હાણી પણ આવા તત્વોને જ કરી દેવામા આવી હોવાનો વર્તારો સામે આવવા પામી રહ્યો છે અને તેના લીધે જ મસમોટા સવાલો પણ ઉભા થવા પામી રહ્યા છે.
આ બાબતે જાણકારો દ્વારા ટીકા થતા વાત સામે આવી રહી છે કે, સંગઠનમાં હોદા ધરાવનારાઓને ટિકિટ જ ન મળવી જોઈએ, પરંતુ ટીકીટ મેળવી આવ્યા અને હવે સુધરાઈમાં હોદ્દાઓ પણ ફાળવાઈ દેવાયા..પાટીલયુગમાં બેધારી નીતી કે પછી શ્રીમાન પાટીલ આ ગોઠવણી બાબતે અંધારામાં?  આવા સવાલો પણ ઉભા થવા પામી રહ્યા છે. કહેવાય છે કે, જેઓ ખુદ ભાજપના પ્રાથમિક સભ્ય નથી તેમને ટીકિટ કેવી રીતે આપી શકાય.?. ભાજપના પ્રાથમિક સભ્ય પણ નથી, તેને રાતોરાત ટિકિટો તો અપાઈ જ ગઈ હવે, હેાદો પણ સોપી દેવાયો..! સંગઠનમાં તો આ જ મહાનુભાવો, ટિકિટ તેમને,હવે સત્તાસ્થાને  આ જ મહાશયો ગેાઠવાઈ ગયા, તો ભાજપમાં બીજુ કોઈ છે જ નહીં કે પછી બધુ વેંચાતુ મળી જાય છે..! આવા સવાલો પણ હવે ઉભા થવા પામી રહ્યા છે. જાણકારો આંકડાઓ સાથે કહી રહયા છે કે, નગરપાલિકામાં તો અહી ભાજપના ૪૭ કાઉન્સીલરો જીત્યા છે, છતાં સત્તાસ્થાને હોદાની લ્હાણી એક જ વોર્ડના ફાળે..કેમ કરી દેવાઈ છે?આમાં શુ સમજવુ? જે પક્ષના પ્રાથમિક સભ્ય નથી, જેને પ્રદેશ અને જિલ્લા પ્રમુખો કોણ છે તેની પણ ખબર શુદ્ધા નથી, જેઓએ ભાજપ કાર્યાલય કયાં આવયુ તે નામ-સરનામાઓ ખબર નથી તેવાઓને હોદાઓની લ્હાણી કરી દેવાઈ? સંગઠનમાં રહેલાઓને સત્તાસ્થાને બિરાજમાન કરી દેવાયા? આ પ્રકારની બેધારી-બેવડી નીતીના ઘાતક પ્રત્યાઘાતો અહી પડી જાય તો નવી નવાઈ નહી કહેવાય તેમ પણ જાણકારો દ્વારા લાલબત્તી ધરવામા આવી રહી છે.કહવાય છે કે, પક્ષની સાથે સતત ગદ્વારી કરનારી ટોળકી આ વખતે પણ સિન્ડીકેટ બનાવી અને પોતાના સામ્રાજય અને એકાધિકારને નગરપાલિકા પર જાળવી રાખવાની દીશામાં જ ગોઠણવો કરી ગયા છે. જો અન્ય મહીલા સત્તાસ્થાને આવ્યા હોત તો તેઓ શાંત-સરળ સ્વભાવના અને સૌને સાથે લઈને ચાલનારા હોવાથી આ ટોળકીનો એકડો ભુંસવા બરાબર બની જાત, સરકારી તિજોરી પર તરાપ ન મારી શકાત, પ્રમાણિકતાથી વહીવટ ચાલત અને પ્રજાજનો-શહેરનો વિકાસ વેગવાન બની શકે તેમ હતો. તેના લીધે પણ અહી પક્ષના સિદ્વાંતો અને નીતીને નેવે મુકીને હોદેાઓની લ્હાણી કરાઈ છે કે કેમ? આ સાથે જ  અન્ય નગરસેવકો કેસરીયા બ્રિગેડના જો નહીં જાગે તો હવે અહી ભ્રષ્ટાચારને માજા આપવા માટે મુકાયેલી સિન્ડીકેટ પોતાનો એકાધિકાર ભર્યો ઈજારો જ સ્થાપી જાય તેમ મનાય છે.