ભાજપના નેતાઓ તપી ગયા નીતીશકુમારના ઈશારે જીતન રામ માંઝીનો ૫ીએમ પર પ્રહાર

નવી દિલ્હી :  કોરોનાની રસી લેનારને અપાતા સર્ટિફિકેટ પર નરેન્દ્ર મોદીનો ફોટો મૂકવા મુદ્દે જીતનરામ માંઝીએ કરેલા નિવેદને બિહારમાં બબાલ કરી દીધી છે. માંઝીએ ટિ્‌વટ કરી છે કે, વેક્સિનના સર્ટિફિકેટ પર ફોટો મૂકાવવાનો એટલો જ શોખ હોય તો કોરોનાના કારણે થઈ રહેલાં મૃત્યુના સર્ટિફિકેટ પર પણ પોતાનો ફોટો મૂકાવો. આ જ ન્યાય સંગત છે. માંઝીએ સીધો મોદી પર પ્રહાર કરતાં ભાજપના નેતા તપી ગયા છે. માંઝીને મોદીના ફોટો સામે વાંધો હોય તો તેમણે એનડીએમાં ના રહેવું જાેઈએ એ પ્રકારનાં નિવેદન ભાજપના નેતા કરી રહ્યા છે. બીજી તરફ એવી વાત ચાલી રહી છે કે, નીતિશ કુમારને પણ હેમંત સોરેન અને ભૂપેશ બઘેલને જાેઈને કોરોના રસીકરણના સર્ટિફિકેટ પર પોતાનો ફોટો લગાડવાના અભરખા જાગ્યા છે પણ ભાજપ સાથે ગઠબંધન છે તેથી મોદીનો ફોટો હટાવી શકે તેમ નથી. નીતિશ માંઝીનો  ઉપયોગ ભાજપને ગાળો આપવી હોય ત્યારે કરે છે. અત્યારે પણ તેમણે જ માંઝીને ચાવી ભરીને મોદીના ફોટો સામે વાંધો લેવડાવ્યો છે.