ભરૂચના નેત્રંગ-મોવી રોડ પર અકસ્માત, પાંચના મોત

(જી.એન.એસ.)ભરુચ,ભરૂચ જિલ્લાના નેત્રંહ મોવી રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. ગમખ્વાર અકસ્માતની મળી રહેલી પ્રાથમિક વિગતો અનુસાર, પેસેન્જર કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા પેસેન્જર કાર ખાઈમાં ખાબકતા ૪ મહિલા સહીત કુલ પાંચના મૃત્યુ નિપજ્યા છે.ભરૂચ પોલીસના જણાવ્યાનુંસાર, ભરૂચ જિલ્લાના નેત્રંગ મોવી રોડ ઉપરસ ફેકટરીમાંથી છુટીને કામદારો પેસેન્જર કારમાં બેસીને ધરે જઈ રહ્યાં હતા. આ સમયે, કોઈ અજાણ્યા વાહનચાલકે પેસેન્જર કારને ટક્કર મારી હતી. પેસેન્જર કારને લાગેલી ટક્કરને કારણે પેસેન્જર કાર રોડની બાજુમાં આવેલી ઊંડી ખાઈમાં ખાબકી હતી.આ ગમખ્વાર અકસ્માતમાં પેસેન્જર કારમાં સવાર પૈકી એક પુરુષનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાકીના ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની રાજપીપળા ખાતેની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. રાજપીપળા હોસ્પિટલના સત્તાવાળાએ સારવારઅર્થે આવેલ ઈજાગ્રસ્તોમાંથી ચાર મહિલાના મૃત્યુ નિપજ્યા હોવાનું જણાવ્યુ છે. ભરૂચ પોલીસે, આ ગમખ્વાર અકસ્માત અંગે, ગુન્હો નોધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.